ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022માંથી બહાર થઈ ગઈ છે. આજે બુધવારે શારજાહમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાનની જીત સાથે અફઘાનિસ્તાન અને ભારત બંનેનું ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. હવે 11 સપ્ટેમ્બરે દુબઈમાં રમાનાર ફાઈનલ મેચમાં શ્રીલંકાનો મુકાબલો પાકિસ્તાન સામે થવાનો છે. જો કે સુપર-ફોરમાં હજુ બે મેચ બાકી છે, પરંતુ બંને ટીમો વચ્ચે ફાઈનલ રમાવાની છે. જો ભારતીય ટીમ હવે 8 સપ્ટેમ્બરે દુબઈમાં રમાનારી સુપર-ફોરની તેની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવશે તો તે માત્ર બે પોઈન્ટ સુધી પહોંચી શકશે. એટલે કે પોઈન્ટની બાબતમાં ભારત હવે પાકિસ્તાન અને શ્રીલંકાને કોઈપણ સ્થિતિમાં હરાવી શકશે નહીં. પાકિસ્તાન અને શ્રીલંકાના ચાર-ચાર પોઈન્ટ છે.