ગુજરાતમાં એક નવી બીમારીની દહેશત મંડરાઈ રહી છે. જેમાં કોરોના, મન્કીપોક્સ પછી હવે ટોમેટો ફ્લુના કેસો ભારતમાં નોંધાઇ રહ્યા છે. જેની શરૂઆત કેરળથી થઈ છે. તેમાં ટોમેટો ફ્લુને લઈ કેન્દ્ર સરકારે સાવચેતી રાખવા દરેક રાજયને સૂચના આપી છે. તેમાં ટોમેટો ફ્લુને લઈ સાવચેતીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં તૈયારી કરાઈ છે.
ટોમેટો ફ્લુમાં સાંધાનો દુખાવો પણ એક લક્ષણ
લક્ષણોની વાત કરીએ તો તાવ, થાક, શરીરમાં દુખાવો અને ચકામા જેવા લક્ષણો દેખાઈ શકે છે. જેમાં ટોમેટો ફ્લુમાં સાંધાનો દુખાવો પણ એક લક્ષણ છે. તથા અન્ય વાયરલ ચેપની જેમ, આ રોગ થાક, ઉબકા, ઉલટી, ઝાડા, તાવ, ડિહાઇડ્રેશન થાય છે. આવા લક્ષણ બાળકોમાં લાગે તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરી સારવાર લેવા તબીબોએ અપીલ કરી છે.
તૈયારીઓ સિવિલ હોસ્પિટલે આદરી દિધી
ટોમેટો ફલુને લગતી તમામ દવાઓ સહિતની વ્યવસ્થા અને જરૂરી લાગે તો વોર્ડની વ્યવસ્થા કરવાની પણ તૈયારીઓ સિવિલ હોસ્પિટલે આદરી દિધી છે. જેમાં 10 વર્ષથી નીચેના બાળકોને ટોમેટો ફ્લુ ઝપેટમાં લઈ રહ્યો છે. તાજેતરમાં જ કેરળમાં 30થી વધુ બાળકો ટોમેટો ફ્લુનો ભોગ બન્યા છે. તથા ઓડીશામાં 26 બાળકો ટોમેટો ફ્લુની ઝપેટમાં સારવાર લઈ રહ્યા છે. હાલ ગુજરાતમાં કેસ નથી પરંતુ વાલીઓએ સંતાનોને સાવચેતી રાખવા તબીબોએ અપીલ કરી છે.