ગણેશ ચતુર્થીધર્મ

આણંદ: લોક જાગૃતિની થીમ પર ગણેશ પંડાલનુ ડેકોરેશન

Text To Speech

આણંદ ખાતે આવેલ સેતુ ટ્રસ્ટ અને સિટુસી પરિવારના સંયુક્ત ઉપક્રમે ગણેશ મહોત્સવની અનોખા સંદેશ સાથે ઉજવણી કરવામાં આવી છે.
સેતુ ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવ દરમ્યાન ભક્તિ વંદના સાથે પ્રકૃતિ વંદનાનો ભાવ પ્રદર્શિત કરતું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં “save soil”,”Save Water”,”Save Trees”,”Save Erth” ના સંદેશ સાથે લોકજાગૃતિ કેળવવાનો પ્રયોગ કરાયો છે.

આણંદ ખાતે દર વર્ષે અલગ થીમ પર ગણેશ પંડાલનુ ડેકોરેશન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે લોક જાગૃતિ લાવતાં સંદેશ સાથે પંડાલને શુસોભિત કરવામાં આવ્યો હતો. અહીં દર્શનાર્થે આવતા ભક્તો ,મહાનુભાવો અને દર્શનાર્થીઓ દ્વારા આ સુંદર આયોજનની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે અને લોકચાહના પણ મળી રહી છે.

આણંદ સેતુ ટ્રસ્ટ અને સિટુસી પરિવાર દ્વારા “save soil”,”Save Water”,”Save Trees”,”Save Erth” ના સંદેશ સાથે ગણેશ મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.આ ઉત્સવ દરમ્યાન વડતાલના પ.પૂ.સાધુ શ્રી શ્યામવલ્લભ સ્વામી દર્શનાર્થે પધાર્યા હતા. જેઓએ પણ આ આયોજનને ખૂબ વધાવ્યું હતું અને આવા સતકાર્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

Back to top button