કેએલ રાહુલ – અથિયા શેટ્ટીના લગ્ન કન્ફર્મ
મુંબઈ : આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નને લઈને એક સમાચાર સામે આવ્યા છે. અથિયા અને કેએલ રાહુલ આવતા વર્ષે 2023માં લગ્ન કરશે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ, બંનેના લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. પરંતુ હવે BCCI ના સૂત્ર દ્વારા આથિયા અને કેએલ રાહુલના લગ્નની પુષ્ટિ કરી છે.
4 મહિના બાદ લગ્ન કરશે
નવા અહેવાલ અનુસાર, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ એકબીજા સાથે તેમના નવા જીવનની શરૂઆત કરી રહ્યા છે. આથિયા અને કેએલ રાહુલ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં 2023માં એકબીજા સાથે લગ્ન કરશે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. T20 વર્લ્ડ કપ 2022ના થોડા મહિના બાદ જ આ કપલ લગ્ન કરશે.ANIના રિપોર્ટ અનુસાર, આથિયા અને કેએલ રાહુલ મહારાષ્ટ્રમાં જ લગ્નના બંધનમાં બંધાશે. હવે BCCIના સૂત્રએ બંનેના લગ્નના સમાચારને સમર્થન આપ્યું છે.
BCCIના એક સૂત્રએ જણાવ્યું , કેએલ રાહુલે મને થોડા દિવસ પહેલા કહ્યું હતું કે તે આવતા વર્ષે આથિયા શેટ્ટી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. થોડા દિવસો પછી મને આથિયા તરફથી પણ આ જ વાત કહેવામાં આવી. ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે અને ત્યાર બાદ ભારત પરત ફરતા બંને મહારાષ્ટ્રમાં લગ્ન કરશે.
ક્યાં થશે લગ્ન?
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લગ્નની તૈયારી માટે એક પ્રખ્યાત લગ્ન આયોજક તેમની ટીમ સાથે ખંડાલામાં શોધ કરી રહ્યા છે. મુંબઈની 5 સ્ટાર હોટેલ્સ છોડીને આથિયા અને રાહુલ સુનીલ શેટ્ટીના ખંડાલાના ઘરમાં લગ્ન કરવાના છે.તેવા અહેવાલ સામે આવ્યા છે.
આથિયા અને કેએલ રાહુલની વાત કરવામાં આવે તો બંને એકબીજા વિશે પ્રેમભરી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. આ સિવાય તેઓ એકબીજાના ફોટા પર કમેન્ટ કરીને પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. અથિયા અને કેએલ રાહુલે સત્તાવાર રીતે તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી, પરંતુ ચાહકો હજુ પણ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે.