પિતૃપક્ષના શ્રાદ્ધમાં 12 વર્ષે આવો સંયોગ: જાણો કયા દિવસે કોનુ શ્રાદ્ધ કરવું
આ વર્ષે શ્રાદ્ધ પક્ષની શરૂઆત અંગ્રેજી કેલેન્ડર મુજબ 10મી સપ્ટેમ્બરથી થઇ રહી છે તેમજ 25 સપ્ટેમ્બરે શ્રાદ્ધનું સમાપન થવાનું છે. આમ, આ વર્ષે શ્રાદ્ધ 16 દિવસનું છે, ત્યારે પિતૃપક્ષમાં આવો સંયોગ 12 વર્ષ પછી બન્યો છે. ભાદવાના શુક્લ પક્ષની પુનમથી શ્રાદ્ધની શરૂઆત થાય છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્રીઓના મુતાબિત આ વર્ષે 16 દિવસના શ્રાદ્ધનો સંયોગ લાંબા સમય બાદ બન્યો છે.
શ્રાદ્ધને આપણા હિન્દુ ધર્મમાં ધણુ મહત્વ આપવામાં આવ્યુ છે ત્યારે ઉજવાતા પિતૃ પક્ષના શ્રાદ્ધમાં પિતૃઓને યાદ કરીને તેમનુ પૂજન અને તર્પણ કરવાનું ઘણું મહત્વ રહેલું છે. આમ કરવાથી આપડા પિતૃઓને શાંતિ મળે છે. તેમજ તેમની કૃપા દ્રષ્ટિ તેમના પરિવાર પર બની રહે છે. ત્યારે આ વર્ષે 16 દિવસના આ સંયોગમાં ક્યારે કોનુ શ્રાદ્ધ કરવુ તે પણ જાણવુ જરૂરી છે.
ક્યારે કોનુ શ્રાદ્ધ કરવુ? :
10 સપ્ટેમ્બરે પ્રથમ શ્રાદ્ધ છે જે પ્રતિપદા અથવા તો પૂનમનું શ્રાદ્ધ નામથી પણ ઓળખવામાં આવે છે. જે શ્રાદ્ધમાં ઘરડા બુજુર્ગોનું તરપણ કરવામાં આવે છે
11 સપ્ટેમ્બર બીજું શ્રાદ્ધ એટલે કે બીજનું શ્રાદ્ધ જેમાં બીજના દિવસે જે વ્યક્તિનુ મૃત્યુ થયું હોય તેમનુ શ્રાદ્ધ કરવામાં આવે છે.
12 સપ્ટેમ્બર એટલે કે ત્રીંજુ અથવા તો ત્રીજનુ શ્રાદ્ધ. જેમાં પણ તિથિ મુજબ કોઇ વ્યક્તિનુ મૃત્યુ થયુ હોય તેનું શ્રાદ્ધ કરવામાં આવે છે
ત્યારે આવી જ રીતે 13 સપ્ટેમ્બરે આવતુ શ્રાદ્ધ ચતુર્થાનું હોય છે જે પણ વ્યક્તિના મૃત્યુની તિથિ મુજબ કરવામાં આવે છે.
14 સપ્ટેમ્બર જેં દિવસે પાંચમનું શ્રાદ્ધ છે તે દિવસે અપરણિત લોકો એટલે કે કુવારા લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે. જેને કુંવારા પંચમી શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે.
15 સપ્ટેમ્બર છઠ્ઠનું શ્રાદ્ધ કરવામાં આવે છે તેમજ
16 સપ્ટેમ્બરે સાતમનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
17 સપ્ટેમ્બર જે દિવસે નક્ષત્રો સારાના હોવાના કારણે કોઇ શ્રાદ્ધ કરવામાં નહિ આવે. આથી આ દિવસે કોઇ જ પ્રકારનું શ્રાદ્ધ નહિ થાય.
18 સપ્ટેમ્બર જે વ્યક્તિનું મૃત્યુ આઠમના દિવસે થયું હોય તેમનુ શ્રાદ્ધ કરવામાં આવે છે
19 સપ્ટેમ્બર નોંમની તિથિ છે આ દિવસે સુહાગન મહિલાઓનું શ્રાદ્ધ કરવામા આવશે.
20 સપ્ટેમ્બર દશમનું શ્રાદ્ધ છે આથી આ શ્રાદ્ધના દિવસે જેની તિથિ હોય તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે .
21 સપ્ટેમ્બર એકાદશીનું શ્રાદ્ધ જે દિવસે સંન્યાસિ લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
22 સપ્ટેમ્બરે એ વ્યક્તિઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમની તિથિ જ્ઞાત ના હોય એટલેકે તિથિ ભુલી ગયા હોય.
23 સપ્ટેમ્બર જે તારીખે અમાવસના દિવસે મૃત્યુ પામેલ બાળકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે
24 સપ્ટેમ્બરના દિવસે ચૌદશનુ શ્રાધ છે આથી આ દિવસે દુર્ઘટનામાં, કોઇ બિમારીથી અને આત્મહત્યથી મૃત્યુ થયું હોય તેવા વ્યક્તિઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
25મી સપ્ટેમ્બરે એટલે કે છેલ્લા દિવસે સર્વપિતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે.