લાઈફસ્ટાઈલહેલ્થ

અચાનક ઘટી જતા બ્લડ સુગરમાં અપનાવો આ રીત

Text To Speech

ડાયાબિટીસમાં બ્લડ સુગર ઘટવુ પણ ક્યારેક હાનિકારક સાબિત થઇ શકે છે. જો આમ થાય તો કરો આ ઉપાય જેનાથી સુગર લેવલ આવશે  કંટ્રોલમાં.

ડાયાબિટીસ વાળી વ્યક્તિનુ બ્લડ સુગર વધવુ હાનિકારક છે. તેમજ ઘટવુ પણ હાનિકારક છે. માનવ શરીરને ગ્લુકોઝથી એનર્જી મળે છે. પણ ગ્લુકોઝનુ પ્રમાણ ઘટી જવાથી ગંભિર સમસ્યાઓ ઉભી થઇ શકે છે. આવી પરિસ્થિતિમાં દર્દીને ” રુલ નંબર 15″ અપનાવવાની સલાહ આપવામાં આવે છે.

ડાયાબિટીસમાં બ્લડ સુગર ઘટવુ કારક થઇ શકે છે.

ભારતમાં લગભગ એક કરોડથી પણ વધુ લોકો ડાયાબિટીસથી પીડાય રહ્યા છે. ત્યારે બ્લડ સુગરનુ લેવલ વધી જાય તો તેને ડાયાબિટીસ કહેવામાં આવે છે તેમજ ઘટી જાય તો તેને હાઇપોગ્લાઇસિમીયા કહેવામાં  આવે છે. તમે લોકોને ‘ સુગર લેવલ ઘટી ગયુ ‘ તેમ કહેતા સાંભળ્યુ હશે . ત્યારે બ્લડ સુગરની તુલનામાં સુગર લેવલ ઘટી જવું એ વધારે હાનિકારક માનવામાં આવે છે. ક્યારેક “લો બ્લડ” સુગરથી કોઇ  વ્યક્તિનો જીવ પણ જઇ શકે છે. તમે પણ આ સમસ્યાથી પીડાય રહ્યા છો તો આ રુલ નં15 ની રીત અપનાવો.

શું છે રુલ નંબર 15 :

હાઇપોગ્લાઇસિમીયા એટલે કે લો સુગર થઇ રહ્યુ હોય તેમ જણાય તો સૌથી પેહલા તેની ઝડપથી તપાસ કરાવી લેવી. જો સુગગ લેવલ 70 mg/dl થી ઓછું જણાયતો રુલ નં 15ને ઝડપથી અપનાવો. રુલ નં 15 એ એક સુગર લેવલ વધારવાની પ્રક્રીયા છે. જેનો પહેલો સ્ટેપ ઝડપી પ્રક્રિયા કરતા ફૂડ જેવાકે ત્રણ ચમચી ખાંડ સાથે ગ્લુકોઝ પાઉડર, મધ , અને કોઇ પણ ત્રણ ચોકલેટ જેવી વસ્તુ ખવડાવવામાં આવે છે . એટલે કે એવી વસ્તુ ખાવી જેનાથી સુગર જડપથી વધી શકે. જે થોડા સમય બાદ ચેક કરવામાં આવતા સુગર લેવલ કંટ્રોલમાં આવી જશે . ડોક્ટરોના મત મુજબ સામાન્ય રીતે આ રુલ અપનાવવો ઘણો જ સોફ છે

 

Back to top button