મનોરંજન

‘8 વર્ષની ઉંમરે મારા કાકાએ કર્યું યૌન શોષણ, ડિઝાઇનર રોહિત વર્માએ કર્યો ચોકાવનારો ખુલાસો

Text To Speech

બિગ બોસના ભૂતપૂર્વ સ્પર્ધક અને પ્રખ્યાત ફેશન ડિઝાઇનર રોહિત વર્માએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રોહિતે પોતાના જીવનનું ડરામણું અને કડવું સત્ય દુનિયા સામે જાહેર કર્યું છે. રોહિત વર્માએ જણાવ્યું કે જ્યારે તે 8 વર્ષનો હતો ત્યારે તેના એક કાકાએ તેનું યૌન શોષણ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Rohit K Verma (@rohitkverma)

રોહિતે કર્યા ચોંકાવનારા ખુલાસા

રોહિતે કહ્યું કે તે ખૂબ જ સારા પરિવારમાંથી છે. તેમના પરિવારના સભ્યો આજે પણ જૂના રિવાજોનું પાલન કરે છે. બાળપણમાં તેની સાથે ઘટેલી ખરાબ ઘટના વિશે ખુલાસો કરતા કહ્યું કે તેના કાકાએ તેને સાડી પહેરવા મજબુર કર્યો હતો અને શરીર પર ગરમ મીણ લગાવ્યું હતું  રોહિતે વધુમાં કહ્યું- એ સાચું છે કે હું સારા પરિવારમાંથી આવું છું. પરંતુ મારા કાકાએ બાળપણમાં મારું યૌન શોષણ કર્યું હતું. 8 વર્ષની ઉંમરે મારા કાકાએ મારા પર રેપ કર્યો હતો રોહિતે આગળ કહ્યું- તે મને સાડી પહેરાવીને મારા પર ગરમ મીણ લગાવતો હતો અને પછી મારી સાથે ડરામણી હરકતો કરતો હતો. આ બધું મારા કાકાએ મારી સાથે સતત 3-4 વર્ષ કર્યું. ડરના કારણે મેં આ બધી વાતો ક્યારેય મારા માતા-પિતા સાથે શેર કરી નથી

રોહિત અભિનેતા સાથે લિવ-ઈનમાં હતો

રોહિતે એ ક્ષણોને પણ યાદ કરી જ્યારે તેણે પ્રોસ્ટિટ્યૂટ તરીકે કામ કર્યું હતું. તે સમયે તે સાડી પહેરતો હતો. રોહિતે ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચના કાળા સત્ય વિશે પણ વાત કરી હતી. તેણે એમ પણ કહ્યું કે તે એક લોકપ્રિય અભિનેતા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતો. પરંતુ જ્યારે તે અભિનેતાને કામ મળવા લાગ્યું ત્યારે તેને મને છોડી દીધો. રોહિતે કહ્યું કે જ્યારે તેણે તે અભિનેતાને તેના પ્રત્યેની તેની લાગણી વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તેણે રોહિત સાથે બેડ પર સારો સમય પસાર કર્યો છે. રોહિતના આ ખુલાસાઓ ખરેખર કોઈને પણ પરેશાન કરી શકે છે. પરંતુ તેની હિંમતની પ્રશંસા કરવી જોઈએ કે તેણે પોતાના વિશે આટલું બધું જાહેર કર્યું.

Back to top button