ટોપ ન્યૂઝનેશનલ

Bengaluru Flood: નિર્દોષ છોકરીનો તડપી તડપીને ગયો જીવ, બહેને સંભળાવી દર્દનાક આપવીતી 

Text To Speech

સિલિકોન સિટી તરીકે જાણીતા હાઇટેક સિટીબેંગલુરુમાં વરસાદી પાણી તબાહી મચાવી રહ્યું છે. શહેરના પાણી ભરાયેલા રસ્તા પર પડી જતાં 23 વર્ષીય યુવતીને વીજ કરંટ લાગ્યો હતો. તેને બચાવવા માટે ત્યાં કોઈ નહોતું. જેને લીધે તે છોકરીનો તડપી તડપીને જીવ ગયો. તેના મૃત્યુ બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

બેંગલુરુમાં ભારે વરસાદે મચવી તબાહી 

આઇટી સિટી બેંગલુરુમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. જેને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ વરસાદમાં એક માસુમ છોકરીને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. આ મૃતક છોકરીનું નામ અખિલા હતું તે સ્કુટી લઈને ઘરે જતી હતી તે દરમિયાન વધારે પાણી ભરવાના લીધે તેનું સ્કુટી પરથી બેલેન્સ બગડવા લાગ્યું જેથી અખિલા નીચે ઉતરી સ્કુટીને દોરવા લાગી. જો કે આ દરમિયાન તે થાકી હોવાથી સાઈડમાં રહેલો વીજપોલ પકડી લે છે જો કે તેને ક્યાં ખબર હતી કે વીજપોલની આસપાસ તેનું મોત રમતું હતું. વીજપોલ પકડતા જ તેને જોરદાર વીજ કરંટ લાગે છે. અને તે તડપવા લાગે છે. પરંતુ તેને કોઈએ મદદ ના કરી જેના લીધે તડપી તડપીને તેનું મોત થયું.

વીજપોલ પકડતા જ છોકરીને મોત આંબી ગયું 

મૃતક અખિલાની બહેન આશાએ જણાવ્યું કે મારી બહેન અખિલા ઘરે આવી રહી હતી તે દરમિયાન રોડરસ્તા પર પાણી ખુબ જ ભરાઈ ગયું હતું. જેને લીધે તે તેનું ટુ- વ્હીલર બરાબર ચલાવી શકતી ના હતી જેથી તે નીચે ઉતરીને તેના ટુ વ્હીલરને દોરવા લાગી એટલામાં જ તે ટેકો લેવા નજીકના વીજપોલને પકડે છે ત્યાં જ તેને વીજ કરંટ લાગે છે. અને તે ખેંચાવા લાગે છે. જો કે લોકો પણ તેની મદદ કરી શકતા નહોતા. બધા લોકો ડરતા હતા. જ્યાં સુધી લોકો મદદ માટે પહોંચ્યા ત્યાં સુધી તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું

મારી બહેન અમારા ઘરનો આધાર હતી નોકરી કરી ઘર ચલાવતી હતી. જો કે તેના જવાથી અમે લોકો નિરાધાર બની ગયા છે. પરંતુ હું સરકારને એટલી જ વિનંતી કરું છું કે મારી બહેન સાથે જે દુર્ઘટના બની તે કોઈ બીજા સાથે ના બને.

Back to top button