ગુજરાત સહિત દેશમાં આયકર વિભાગે દરોડા પાડ્યા છે જેનાથી ગોરખ ધંધા કરતા શખ્સોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યમાં 40થી 50 સ્થળો પર આયકર વિભાગના ઘરે દરોડા પડ્યા છે. બ્લેકને વ્હાઇટ કરવાના ગોરખ ધંધાનો પર્દાફાશ કરનારાઓ પર ઇન્કમટેક્ષ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.રાજકીય ફંડ અંગે ચાલી રહી છે તપાસ. દેશભરમાં 1ooથી વધુ સ્થળે આયકર વિભાગે દરોડા પાડ્યા છે.
અમદાવાદમાં આવકવેરા વિભાગના દરોડા સતત ચાલુ રહ્યાં છે. તાજેતરમાં ચિરિપાલ ગૃપ સહિતના ઠેકાણે આવક વેરા વિભાગે સપાટો બોલાવ્યો હતો. હવે ફરીવાર શિક્ષણ સંસ્થા પર દરોડા પાડીને સપાટો બોલાવ્યો છે. શહેરની સિલ્વર ઓક કોલેજ અને યુનિવર્સિટીમાં વહેલી સવારે આવક વેરા વિભાગની ટીમ કેમ્પસમાં પહોંચી હતી. જેથી વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓને રજા આપીને પરત મોકલી દેવાયા હતાં.
અનેક નવા કોર્સ શરૂ કરીને એડમિશન અપાયા
તાજેતરમાં સિલ્વર ઓક યુનિવર્સિટીને માન્યતા મળી છે. માન્યતા મળતાં જ અનેક નવા કોર્સ શરૂ કરીને સંખ્યાબંધ એડમિશન આપવામાં આવ્યાં હતાં. જેના કારણે કોલેજમાં મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું આવકવેરા વિભાગના ધ્યાને આવ્યું હતું. જેના કારણે જ આજે આ કેમ્પસમાં આવકવેરા વિભાગની ટીમ પહોંચી હોવાની શક્યતાઓ છે.
24 સપ્ટેમ્બરે પદવીદાન સમારોહ છે
આગામી 24મી સપ્ટેમ્બરે સિલ્વર ઓક યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાનાર છે. આ સમારોહમાં મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિત અનેક લોકો હાજર રહેવાના છે. જોકે સમારોહ પહેલાં જ આવકવેરા વિભાગના દરોડા પડતાં આખી યુનિવર્સિટી ચર્ચાનો વિષય બની છે. હાલમાં કેમ્પસની આસપાસ વિદ્યાર્થીઓના ટોળે ટોળા જમા થયાં છે.