ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

‘BJP-શિંદેની શિવસેના સાથે મળી BMC ચૂંટણી લડશે”

Text To Speech

ભારતીય જનતા પાર્ટીએ BMC ચૂંટણી 2022ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગૃહમંત્રી અમિત શાહની મુંબઈ મુલાકાતથી આ ચૂંટણીને લઈને ભાજપની રૂપરેખા લગભગ સ્પષ્ટ થઈ ગઈ હતી. અમિત શાહે કહ્યું છે કે આ વખતે ઉદ્ધવ ઠાકરેને તેમની જગ્યા બતાવવાની છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ BMC ચૂંટણીને લઈને ભાજપની સ્થિતિ સ્પષ્ટ કરી છે.

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

ડેપ્યુટી સીએમ અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને શિંદેની શિવસેના સાથે મળીને BMC ચૂંટણી લડશે અને જીતશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈ પહોંચ્યા હતા. અમિત શાહે BMC ચૂંટણીને લઈને અગ્રણી નેતાઓ સાથે ચર્ચા કરી. અમિત શાહ અને બીજેપી નેતાઓ વચ્ચેની બેઠક બાદ શિંદે સાથે BMC ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અમિત શાહે મિશન-135નો નારો આપ્યો

તમને જણાવી દઈએ કે અમિત શાહે ભાજપ માટે મિશન-135નો નારો આપ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ વખતે BMC ચૂંટણી એટલે આર કે પારની છેલ્લી લડાઈ. તેમણે કહ્યું કે એક રીતે આ લડાઈ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને સત્તા પરથી હટાવવાની છે.

Devendra Fadnavis and Eknath Shinde image
Devendra Fadnavis and Eknath Shinde

CM શિંદેએ ધારાસભ્યોને બોલાવ્યા

સીએમ એકનાથ શિંદેએ પોતાના તમામ ધારાસભ્યોને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. આ બેઠકમાં એકનાથ શિંદે પણ દશેરા રેલી અંગે ચર્ચા કરાઈ હોવાનું અનુમાન છે. સાથે જ શિંદે BMCની ચૂંટણીને લઈને પોતાના ધારાસભ્યો સાથે પણ વાત કરી શકે છે.

Back to top button