ગુજરાત

સુરતમાં જાહેર સ્થળોએ બાળકોને ફિડિંગ કરાવવા વ્યવસ્થા કરાશે

Text To Speech

ગુજરાતનું સુરત શહેર બ્રિજનું શહેર તથા ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. જેમાં હવે શહેરના વિવિધ વિસ્તારમાં ગાર્ડન કે લેકગાર્ડન સહિતના સ્થળોએ વ્યવસ્થા ઊભી કરતા પહેલા એક પાઇલોટ પ્રોજેક્ટ કરાશે. તેમાં શહેરમાં જાહેર સ્થળોએ બાળકોને ફિડિંગ કરાવવવા વ્યવસ્થા ઊભી કરાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

મેયર હેમાલી બોઘાવાલાએ આ બાબતે મ્યુ. કમિશનરને નોંધ મૂકી

શહેરમાં જાહેર સ્થળોએ શૌચાલયની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. તે જ પ્રકારે હવે નાના બાળકોને ફિડીંગ કરાવવા શહેરમાં વિશેષ વ્યવસ્થા ઊભી થવા જઇ રહી છે. મેયર હેમાલી બોઘાવાલાએ આ બાબતે મ્યુ. કમિશનરને નોંધ મૂકી છે. જેમાં મહિલાઓને માસૂમ બાળકો સાથે કામગીરી માટે ઘણીવખત લાંબો સમય ઘરની બહાર રહેવું પડતું હોય છે. તે દરમિયાન મહિલાઓએ તેમના બાળકોને પબ્લિક પ્લેસ ઉપર ફિડિંગ કરાવવા મજબૂર થવું પડતું હોય છે.

ફિડિંગ કરાવવા મહિલાઓ ક્ષોભજનક સ્થિતમાં મુકાતી

બાળકોને પબ્લિક પ્લેસ ઉપર ફિડિંગ કરાવવા મહિલાઓ ક્ષોભજનક સ્થિતમાં મુકાય છે. આવી સ્થિતિનું નિર્માણ નહીં થાય તે માટે શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ જાહેર સ્થળોએ ફિડિંગ વ્યવસ્થા ઊભી કરવા મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીને અનુરોધ કર્યો છે. સિટી વિસ્તારમાં આવેલા ગાર્ડન કે લેક ગાર્ડનમાં મહિલાઓ પરિવાર સાથે લાંબો સમય સુધી હોવાથી કોઇ પણ એક સ્થળે આ વ્યવસ્થા ઊભી કરવા નિર્દેશ કર્યો છે. શહેરમાં કોઇ પણ એક સ્થળે પાઇલોટ પ્રોજેક્ટ કરી તેનું પરિણામ જાણ્યા બાદ આ દિશામાં આગળ વધવા માટે વિચારણા કરવામાં આવશે. જેમાં વિવિધ વિસ્તારમાં બાળકોને ફિડિંગ કરાવવવા વ્યવસ્થા ઊભી કરાશે.

Back to top button