ગુજરાતબિઝનેસ

સાપુતારા: GST વિભાગની મોટી કાર્યવાહી, 4 હોટલો પાસેથી રૂ.50 લાખથી વધુની રિકવરી કરી

Text To Speech

જીએસટી વિભાગની તપાસ તમામ હોટલો પર પુરી થઇ છે. જેમાં ચાર હોટલો પાસેથી વિભાગે રૂપિયા 50 લાખથી વધુની રિકવરી કરી છે. તેમજ દસ્તાવેજોની તપાસ પછી વધુ ટેક્સચોરી સામે આવવાની શક્યતા છે.

અન્ય હોટલોમાંથી મળેલા દસ્તાવેજોની તપાસ શરૂ

સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સાપુતારાની 14 હોટલો પર કરવામાં આવેલી તપાસ મંગળવારે મોડી રાતે તમામ સ્થળો પર પુરી થઇ હતી. તપાસમાં ચાર હોટલ સંચાલકો દ્વારા 50 લાખથી વધુની ટેક્સની રકમ ચુકવવામાં આવી હતી. જયારે અન્ય હોટલોમાંથી મળેલા દસ્તાવેજોની તપાસ શરૂ છે. તપાસ પછી તમામ સ્થળોથી મોટી રકમની ટેક્સચોરી બહાર આવે તેવી સંભાવના જણાઇ રહી છે. જીએસટી વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ એસજીએસટીના અધિકારીઓ દ્વારા શનિવારે સવારથી સાપુતારા વિસ્તારમાં 14 હોટલોમાં સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ હતુ.

ટેક્સચોરીની રકમ વ્યાજ અને પેનલ્ટી સાથે વસૂલ કરશે

વિભાગે પાછલા પાંચ વર્ષના હિસાબી દસ્તાવેજો જપ્ત કર્યા હતા. કેટલીક હોટલના હિસાબી દસ્તાવેજોમાં માહિતીઓ અધૂરી હતી. જયારે કેટલાકે બુકિંગ ઓછી બતાવી હોવાનું પણ બહાર આવ્યુ હતુ. જીએસટી વિભાગની તપાસ મંગળવારે મોડી રાતે તમામ સ્થળો પર પુરી થઇ હતી. ચાર હોટલ સંચાલકો દ્વારા 50 લાખથી વધુની ટેક્સ ચુકવવામાં આવ્યુ હતુ. જ્યારે અન્ય તમામના દસ્તાવેજોના એસેસમેન્ટ શરુ કરવામાં આવ્યા છે. જીએસટી વિભાગનું માનવુ છે કે હિસાબી દસ્તાવેજોનો એસેસમેન્ટ પછી મોટી રકમની ટેક્સચોરી બહાર આવે તેવી સંભાવના છે. જીએસટી વિભાગ તમામ પાસે મળી આવેલી ટેક્સચોરીની રકમ વ્યાજ અને પેનલ્ટી સાથે વસૂલ કરશે.

Back to top button