અનેક પ્રયત્નો બાદ પણ સફળતા નથી મળતી, તો અપનાવો આ ફેંગશુઇ ટીપ્સ
જીવનમાં દરેક વ્યક્તિને સફળ થવા માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે અને પરિશ્રમથી જ સફળતા મળે છે. ત્યારે દરેક વ્યક્તિ સફળ થવા માટે મહેનત કરે છે, તેમ છત્તા પણ ક્યારેક કોઇ વ્યક્તિને સારા પરિણામ ના મળતા હતાશ થઇ જાય છે. ત્યારે નિરાશ થવાની કોઇ જરૂર નથી. અમે તમારા માટે ચીની ફેંગશુઇ ટીપ્સ લઇને આવ્યા છે જેંના ધ્વારા તમે જીવનમાં સફળતા મેળવી શકો છો.
ફેંગશુઇ શું છે?
ફેંગશુઇ એ ચીની વાસ્તુશાસ્ત્ર છે, જે ભારતમાં પણ ખુબ પ્રચલિત છે. ત્યારે આ ફેંગશુઇની ઘણી વસ્તુઓ બજારમાં મળતી હોય છે જેમકે સિક્કા, કાચબો, માછલીઘર, ક્રિસ્ટલ.
ત્યારે આ ચીની વાસ્તુશાસ્ત્રમાં સફળ થવાની કેટલીક ટીપ્સ આપેલી છે જે અપનાવી તમે પણ સફળ થઇ શકો છો.
લાલ બલ્બ: ફેંગશુઇ અનુસાર ઘરની દક્ષિણ દિશામાં લાલ પ્રકાશ આપતો બલ્બ લગાવવો, કે પછી ટેબલ લેમ્પ મુકી શકો છો પણ લેમ્પ માંથી લાલ પ્રકાશ આવવો જોઇએ. ફેંગશુઇ મુજબ માન્યતા છે કે આ ઉપાયથી કરિયરમાં સફળતા મળે છે.
ક્રિસ્ટલ ગ્લોબ: ફેંગશુઇ મુજબ જો તમે વ્યાપારમાં તરક્કી મેળવવા માંગો છો તો તમારે તમારી ઓફિસના ટેબલ પર દક્ષિણ ભાગમાં ક્રિસ્ટલ ગ્લોબ મુકવો.
ડ્રેગનની મૂર્તી: ઓફિસ કે ભણવાના ટેબલ પર ડ્રેગનની એવી મુર્તી મુકો કે જેમાં ડ્રેગનની કમર પર કાચબો બેઠો હોય. આમ કરવાથી દુશ્મનો પર વિજય મેળવી શકાય છે.
ઝરણું અથવા તો કોઇ જળ સ્ત્રોતનુ ચલચિત્ર: દક્ષિણ દિશામાં જળ સ્ત્રોતને લગતુ કોઇ ચિત્ર જેમકે નદી, વહેતુ ઝરણું જેવા અનેક ચિત્રો શુભ માનવામાં આવે છે.