ગુજરાત

વિશ્વનાથસિંહ ભાજપના થયા, પણ મિત્ર હાર્દિકે કેમ બનાવી દૂરી ?

Text To Speech

પૂર્વ કોંગ્રેસ નેતા વિશ્વનાથસિંહ આજે વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા છે. હજી બે દિવસ પહેલાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને છેલ્લા 18 વર્ષથી કોંગ્રેસમાં કામગીરી કરી રહેલાં નેતાએ ચૂંટણી નજીક આવતાં ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે. હાર્દિક પટેલના ભાજપમાં પ્રવેશ પછી કોંગ્રેસમાંથી પહેલા નેતાએ વિદાય લીધી છે.

વિશ્વનાથસિંહે ભાજપમાં જોડાયા બાદ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, ભાજપ નેતાઓ અને કાર્યકરોની કામગીરીથી પ્રેરાઈને ભાજપમાં જોડાયો છું. યુથ કોંગ્રેસમાં સતત બદલાવ માટેના પ્રયત્ન કર્યા છે. જે અહીં વધુ સારી રીતે કરી શકીશ. તેમજ ફરી એક વખત તેમને કોંગ્રેસના આંતરિક જૂથવાદને કારણભૂત ગણાવ્યું છે અને મોટા નેતાઓના બેજવાબદાર રહીને કામ કરી રહ્યા હોવાનું કારણ આપ્યું છે.

હાર્દિકની ગેરહાજરી પર સવાલ 

HD News Hardik and Vishwanath
ફાઈલ તસ્વીર

ખાસ વાત નોંધવા જેવી એ રહી છેકે યુથ કોંગ્રેસના કદ્દાવર નેતા અને હાર્દિક પટેલના નજીક ગણાતા નેતાને ભાજપમાં આવકાર આપવા માટે હાર્દિક જાતે જ હાજર રહ્યો ન હતો. તેમજ ઘણાં અન્ય નેતાઓ પણ કાર્યક્રમથી દૂર રહ્યા હતા. જોકે પાર્ટીના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને ભાજપના યુથ મોર્ચાના પ્રમુખ પ્રશાંત કોરાટ હાજર રહ્યા હતા.

HD News Vishwnathsinh 02

પોતાના નિવેદનમાં વિશ્વનાથસિંહે કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરવામાં કોઈ જ કસર છોડી ન હતી. તેમાં પણ રઘુ શર્મા અને જગદીશ ઠાકોર પર પાર્ટીનું સંગઠન ન જાળવી શકવાના આરોપ લગાવ્યા હતા. હવે આગામી સમયમાં ઘણાં વધુ કાર્યકર્તાઓ અને નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ મેળવે તો નવાઈ નહીં.

આ પણ વાંચો : કોંગ્રેસમાંથી ‘મુક્ત’ થયા બાદ વિશ્વનાથસિંહ ગણતરીના કલાકમાં ભાજપના ‘દ્વારે’

Back to top button