બિઝનેસ

નીતિન ગડકરીની પ્રથમ પ્રક્રિયા, સાયરસ મિસ્ત્રીના અકસ્માત માટે રોડ રસ્તાની સ્થિતિથી લઈ આ કારણો જવાબદાર

Text To Speech

દેશના સૌથી જાણીતા એવા ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે રોડ અકસ્માતમાં મોત થયું હતું. તેમની કાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ડિવાઇડર સાથે ટકરાઈ હતી. પ્રારંભિક તપાસમાં કહેવામાં આવ્યું હતું કે મિસ્ત્રીએ સીટ બેલ્ટ નહોતો પહેર્યો અને તેમની કાર જરૂર કરતાં વધુ સ્પીડમાં હતી. આવી દુર્ઘટનાઓ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખામીયુક્ત પ્રોજેક્ટ રિપોર્ટને જવાબદાર ગણાવતાં કહ્યું હતું કે કંપનીઓએ હાઇવેઝ અને અન્ય રસ્તાઓ બાંધવા માટેના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) માટે કર્મચારીઓને પૂરેપૂરી તાલીમ આપવી જરૂરી છે. તેમણે કહ્યું હતું કે પ્રારંભ ત્યાંથી થવો જોઈએ. જો તેઓ નહીં સુધરે તો તમારું સત્યાનાશ થઈ જશે.

આ પણ વાંચો : માથામાં ઈજાના કારણે સાયરસ મિસ્ત્રીનું થયું મોત, જાણો શું કહ્યું ડોક્ટરે

છેલ્લા 1 વર્ષમાં કેટલાં લોકોએ ગુમાવ્યા જીવ 

જો દેશમાં આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ 2021માં રોડ અકસ્માતમાં 1.55 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેની સરેરાશ દૈનિક ધોરણે 426 અથવા કલાકદીઠ 18 જણનાં મોત થાય છે, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના ડેટા કહે છે. જે અત્યાર સુધી કેલેન્ડર વર્ષમાં નોંધાયેલાં મોતોમાં સૌથી વધુ છે. જોકે સરકાર હવે નવી ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે.

ડ્રાઇવર અને રોડની સ્થિતિ અંગે શું કહ્યું 

આ ઉપરાંત ગડકરીએ ડ્રાઇવર અને રસ્તા અંગે વાત કરતાં કહ્યું કે, બિનતાલીમાર્થી ડ્રાઇવરના હાથમાં નવી મર્સિડિસ કાર પણ સમસ્યા સર્જે છે. બીજું રોડ પ્રોજેક્ટોમાં વિલંબનાં કારણોને ઓળખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, કેમ કે વિલંબને કારણે પ્રોજેક્ટના ખર્ચમાં વધારો થવો એ ચિંતાનો વિષય છે. તેમજ મુંબઈ-અમદાવાદ હાઈવે પર સતત વધી રહેલા ટ્રાફિકના મુદ્દા પર પણ ધ્યાન આપવા માટે અને તેના માટે વૈકલ્પિક વિચારણા સરકારે હાથ ધરી છે તેમને જણાવ્યું છે.

વિવિધ રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોની ખરાબ ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારો પ્રતિ વર્ષે રસ્તાની મરામત માટે રૂ. 10,000થી રૂ. 15,000 કરોડ ખર્ચી રહી છે. પ્રતિ બે-ત્રણ વર્ષે આપણે રસ્તાની જાળવણી માટે આપણે કેમ નાણાં વેડફી રહ્યા છે? આ મુદ્દા પર વિચારણા કરવાનો સમય આવી ગયો છે.

Back to top button