બિઝનેસવર્લ્ડ

અદાણી સાથે બાંગ્લાદેશના પીએમની મુલાકાત,’નેબરહુડ ફર્સ્ટ પોલિસી’ અંગે લેવામાં આવ્યા મહત્વના નિર્ણય

Text To Speech

દેશ વિદેશમાં પોતાના ઉદ્યોગ થકી પોતાની શાખ ઊભી કરનાર ગૌતમ અદાણીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની સાથે ખાસ મુલાકાત કરી હતી. જેમાં અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરએ ઝારખંડના ગોડ્ડામાં 1600 મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપ્યો છે. તેના દ્વારા બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB)ને વીજળી પૂરી પાડવામાં આવશે.

આ સાથે જ તેમણે ખાતરી આપી છેકે, ગોડ્ડા પાવર પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી ટ્રાન્સમિશન લાઇનનું કામ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ સપ્લાય ટ્રાન્સમિશન લાઇન દ્વારા કરવામાં આવશે.

હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ‘નેબરહુડ ફર્સ્ટ પોલિસી’ એટલે કે ‘પડોશીને પ્રથમ અગ્રતા’ હેઠળ દેશનો મહત્વપૂર્ણ ભાગીદાર છે. જેમાં બંને દેશો વચ્ચેના સહકારનો વ્યાપ સુરક્ષા, વેપાર, પાવર અને ઉર્જા, પરિવહન અને કનેક્ટિવિટી, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંરક્ષણ ક્ષેત્ર, નદીઓ અને દરિયાઈ બાબતો સહિતના ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે.

ગૌતમ અદાણીએ બાંગ્લાદેશના પીએમ હસીનાને મળ્યા બાદ એક ટ્વિટમાં માહિતી આપતાં જણાવ્યું કે, બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાને દિલ્હીમાં મળવું સન્માનની વાત છે. બાંગ્લાદેશ માટે તેમનું વિઝન પ્રેરણાદાયી અને બોલ્ડ છે. અમે 16 ડિસેમ્બર 2022 ના રોજ દેશના વિજય દિવસ સુધીમાં અમારા 1600 મેગાવોટના ગોડ્ડા પાવર પ્રોજેક્ટ અને બાંગ્લાદેશને સમર્પિત ટ્રાન્સમિશન લાઇન શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

આ પણ વાંચો : ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી મજબૂત : RBI ગવર્નર શક્તિકાંત દાસ

Back to top button