અમદાવાદ-સુરતના મધ્યમવર્ગને થશે મોટો ફાયદો, મુખ્યમંત્રીએ મારી મંજૂરીની મહોર
ગુજરાતના શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. જેમાં અમદાવાદમાં 1 ફાયનલ ટી.પી-1 ડ્રાફટ અને 2 પ્રિલીમીનરી ટી.પીને મંજૂરી કરી છે. તથા સુરતમાં 1 પ્રિલીમીનરી ટી.પી મંજૂર કરાઇ છે.
કુલ 10,900 ઉપરાંત EWS આવાસો બની શકશે
ઉલ્લેખનીય છે કે ડ્રાફ્ટ ટી.પી મંજૂરીથી સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ થવા સાથે આંતરમાળખાકીય સવલતો મળતાં નાગરિક સુવિધામાં વધારો થશે. તથા કુલ 10,900 ઉપરાંત EWS આવાસો બની શકશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોની વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે.
કોર્પોરેશનની ફાયનલ ટી.પી સ્કીમ નં.54 ઓગણજ પણ મંજૂર કરી
તેમણે ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ ૩ પ્રિલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડા ની ડ્રાફ્ટ સ્કીમ 413–એણાસણ-મુઠીયા-બિલાસીયાને મંજૂરી આપી છે તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયનલ ટી.પી સ્કીમ નં.54 ઓગણજ પણ મંજૂર કરી છે.
6.91 હેક્ટર્સમાં 6200 જેટલા EWS આવાસો બની શકશે
મુખ્યમંત્રીએ ઔડાની જે ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં. 413 (એણાસણ-મુઠીયા-બિલાસીયા) મંજૂર કરી છે તેના પરિણામે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ શકય બનશે. એટલું જ નહિ, આંતર માળખાકીય સુવિધા પ્રાપ્ત થતાં નાગરિક સુખાકારી કામોને પણ વેગ મળશે. તથા આ ડ્રાફ્ટ ટી.પી સ્કીમમાં કુલ 35.03 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે. તેમાંથી 6.91 હેક્ટર્સમાં 6200 જેટલા EWS આવાસો બની શકશે.