ટોપ ન્યૂઝવર્લ્ડ

બ્રિટનના પીએમ બન્યા લિઝ ટ્રુસ, આ મુદ્દાઓ પર જીત્યા બાજી

Text To Speech

લિઝ ટુસ હવે એ નામ છે જે બ્રિટનના નવા વડા પ્રધાન તરીકે ઓળખાશે. લિઝ ટ્રસે ભારે સ્પર્ધામાં ભારતીય મૂળના ઋષિ સુનકને પાછળ છોડી દીધા છે. સોમવારે જ જાહેરાત કરવામાં આવી હતી કે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની સાથે તે આગામી પીએમ પણ બનશે. તમને જણાવી દઈએ કે તે દેશની ત્રીજી મહિલા પીએમ હશે. ચુસ્ત હરીફાઈમાં લિઝ ટ્રુસને 81,326 વોટ મળ્યા જ્યારે ઋષિ સુનકને 60,399 વોટ મળ્યા જ્યારે વોટિંગ ટકાવારી 82.6 ટકા રહી.

લિઝ ટ્રસને બ્રિટનના શાસક કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે પસંદ કરાયા
ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં પીએમની રેસમાં ઋષિ સુનક હારી ગયા છે. યૂકેના વિદેશ મંત્રી લિઝ ટ્રુસ ત્યાંના નવા વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તે બોરિસ જોન્સનની જગ્યા લેશે. લિઝ ટ્રુસને આજે સાંજે બ્રિટનના શાસક કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

કન્ઝર્વેટિવ પાર્ટીના 1 લાખ 60 હજારથી વધારે સભ્યો મતદાન કર્યુ
બોરિસ જોન્સનના ઉત્તરાધિકારીના રૂપમાં પાર્ટી સભ્યોને પૂર્વ ચાન્સેલર ઋશિ સુનક અને વિદેશ મંત્રી લિઝ ટ્રુસમાંથી કોઈ એકને પસંદ કરવાના હતા. 42 વર્ષના સુનકને પીએમની રેસમાં 47 વર્ષના લિઝ ટ્રુસે હરાવી દીધા છે. પીએમની આ ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના 1 લાખ 60 હજારથી વધારે સભ્યો મતદાન કર્યુ હતું.

જાણો લિઝ ટ્ર્સ વિશે ખાસ માહિતી:
લિઝ ટ્રુસનું પુરૂ નામ મેરી એલિઝાબેથ ટ્રુસ છે. તેમનો જન્મ 1975 માં બ્રિટનના ઓક્સફોર્ડમાં થયો હતો. તેમના પિતા ગણિતના પ્રોફેસર હતા અને માતા નર્સ હતી. એક રિપોર્ટ પ્રમાણે લિઝ પોતાના માતા પિતાને લેફ્ટ વિચારધારાની સમર્થક ગણાવે છે. જોકે સૌથી વધુ રોચક વાત એ છે કે લિઝ બ્રિટનની કંઝર્વેટિવ વિચારધારી સમર્થક છે.

તેમજ તેમણે વચન આપ્યું હતું કે જો તેણી ચૂંટણી જીતશે, તો તે કરવેરામાં કાપથી માંડીને ઉર્જા રિબેટને સમાપ્ત કરવા સુધીના અનેક આર્થિક ફેરફારો માટે દબાણ કરશે. તે જ સમયે, ટ્રુસે કોઈપણ નવો કર લાદવાનો ઇનકાર કર્યો હતો જેથી દેશમાં ફુગાવાને નિયંત્રિત કરી શકાય.

Back to top button