ગુજરાતટોપ ન્યૂઝધર્મ

યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો

Text To Speech

યાત્રાધામ અંબાજીમાં કોરોના મહામારીના બે વર્ષ બાદ ભાદરવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ થયો છે.  મેળામાં લાખો શ્રદ્ધાળુઓે પગપાળા માતાના ધામ સુધી પહોંચશે. બે વર્ષ બાદ મેળો યોજાતા ભક્તોમાં આ વર્ષે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. બોલ મારી અંબે… કરતા કરતા શ્રદ્ધાળુઓ આગળ વધી રહ્યાં છે. લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાનાં દર્શન કરશે. અંબાજી મંદિરના દર્શન સોશ્યિલ મીડિયા દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. મંદિરને રંગ-બેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. તેમજ યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

મંદિરને રંગબેરંગી લાઈટીંગથી સજાવવામાં આવ્યું 

અંબાજી મંદિરના શક્તિદ્વાર સુધીના દર્શન પથના રોડને મેળા દરમિયાન નો વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે આ રોડને વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યો છે. રાત્રીના દરમિયાન મંદિર આગળનો રોડ રોશનીથી જગમગી ઉઠ્યો છે. અંબાજી આવતા માઇભક્તોને મહામેળાનો અનુભવ સાથે ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જોકે આ વખતે મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવનાર હોઈ સાથે હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે તેને લઈ મેળામાં વરસાદથી યાત્રિકોને તકલીફ ન પડે તે માટે 5 વિશાળ વોટરપ્રુફ ડોમ પણ બનાવવામાં આવ્યા છે. જયારે મંદિરમા દર્શન માટે પણ સિનિયર સીટીઝનને દિવ્યાંગો માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરાઈ છે. વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઇ શકે તે માટે મંદિરમાં દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

મેળાને પગલે ચુસ્ત બંદોબસ્ત 

24 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં 6 સ્પેશ્યલ ડોક્ટર, 256 જેટલા આરોગ્યકર્મી પોતાની ફરજ બજાવશે. દસ 108 એમ્બુલેન્સ ઉપરાંત 6 અન્ય એમ્બ્યુલેન્સ પણ તૈનાત કરવામાં આવી છે. મેળામાં કાયદોને વ્યવસ્થા જળવાય તે માટે 5000 ઉપરાંત પોલીસ કર્મીઓ સાથે 325 CCTV કેમેરા, 10 PTZ કેમેરા તેમજ 48 બોડીવોન કેમેરા સાથે 35 ખાનગી કેમેંટ મેનો મેળા દરમિયાન કાર્યરત થશે.

Back to top button