ગુજરાતટોપ ન્યૂઝ

રાહુલ ગાંધી આજે અમદાવાદમાં, 52 હજાર કાર્યકર્તાઓને કરશે સંબોંધન

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારથી તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યારે હવે રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચારનું બિડુ ઝડપશે. રાહુલ ગાંધી હવે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધીના પ્રવાસ અંગે કોંગ્રેસના નેતાઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ. કોંગ્રેસના પ્રભારી ડો રઘુ શર્માએ કહ્યું કે, અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આજે રાહુલ ગાંધી સંમેલનને સંબોધન કરશે. જેને પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન નામ આપવામાં આવ્યું છે.

Rahul Gandhi
Rahul Gandhi

મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી આજે સવારે 11 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ પરથી તે અમદાવાદ એનેક્ષી જશે જ્યાંથી રિવરફ્રન્ટ આયોજીત સંકલ્પ સંમેલનમાં જશે.  અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ખાસ ઉપસ્થિતિમાં પરિવર્તન સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે બૂથ કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. ત્યાર બાદ બપોરે અઢી વાગ્યાની આસપાસ ગાંધી આશ્રમ જશે. ત્યાંથી સીધા દિલ્હી રવાના થશે. રાહુલ ગાંધી સાથે દિગ્ગજ નેતાઓ જેવા કે, અશોક ગેહલોત, રઘુ શર્મા સહિત કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે.

આ પણ વાંચો : લખનઉના હઝરતગંજની એક હોટલમાં આગ, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

આજે ગુજરાત કોંગ્રેસની પહેલા સ્ક્રિનીગ કમિટીની બેઠક મળશે. કોંગ્રેસ કાર્યલાય ખાતે મોડી સાંજે છ કલાકે ઉમેદવાર પસંદગી પક્રિયાની કામગીરી શરૂ થશે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીના પ્રવાસથી બુથના કાર્યક્રમોમાં ઉત્સાહનો સંચાર થશે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પરિવર્તનના સંકલ્પ સાથે મેદાનમાં ઊતરશે. જગદીશ ઠાકોરના જણાવ્યા અનુસાર કોંગ્રેસ 125 બેઠકના લક્ષ્યાંક સાથે મેદાને ઉતરી છે. કોંગ્રેસ આ વખતે બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈ સરકારને લડત આપશે.

Back to top button