સ્વાદમાં કડવા કારેલા સ્વાસ્થ્ય અને સુંદરતામાં માટે પણ ખૂબ ઉપયોગી
કારેલામાં ફોસ્ફરસ પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે. તે કફ, કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. તેના સેવનથી ભોજનનું પાચન વ્યવસ્થિત રીતે થાય છે અને ભૂખ પણ લાગે છે. અસ્થમાની તકલીફ પર કારેલા ફાયદાકારક નીવડે છે. દમ રોગમાં કારેલાનું મસાલા વગરનું શાક ખાવાથી લાભ થાય છે. પેટમાં ગેસ અને અપચાની તકલીફ પર કારેલાનો રસ પીવાથી ફાયદો થાય છે. લાંબા સમયથી આ તકલીફ સતાવતી હોય તો પણ ફાયદો કરે છે.
લકવા અથવા પેરેલેસિસમાં પણ કાચા કારેલા ખાવાથી દરદીને ફાયદો થાય
કારેલાનો જ્યૂસ લીવરની તકલીફ પર ફાયદો કરે છે. કમળામાં પણ તે ગુણકારી છે. નિમિત રીતે પીવાથી આઠ-દસ દિવસમાં જ તેનો ફાયદો જોવા મળે છે. કારેલાના પાન અથવા કારેલાને પાણીમાં ઉકાળીને સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. ઊલટી-જુલાબ થવા પર કારેલાના રસમાં મીઠું ભેળવીને પીવાથી આરામ થાય છે. જલોદરની સમસ્યામાં કારેલાનો રસ પાણીમાં ભેળવીને પીવાથી લાભ થાય છે. લકવા અથવા પેરેલેસિસમાં પણ કાચા કારેલા ખાવાથી દરદીને ફાયદો થાય છે. રક્ત સાફ કરવા માટે કારેલા અમૃત સમાન છે. ડાયાબિટિસમાં તેને અસરકારક માનવામાં આવ્યા છે. પા કપ કારેલા અને પા કપ ગાજરનો રસ ભેળવીને પીવાથી લાભ થાય છે. રક્તયુક્ત હકસમાં કારેલા લાભદાયક છે. એક ચમચો કારેલાના રસમાં અડધો ચમચો સાકર ભેળવીને પીવાથી આરામ થાય છે.
કિડની સમસ્યાઓમાં કારેલાનું ઉકાળેલું પાણી પીવાથી ગુણકારી નીવડે
ગઠિયા વા અને હાથ-પગમાં બળતરા થવા પર કારેલાના રસથી માલિશ કરવાથી રાહત થાય છે. કિડની સમસ્યાઓમાં કારેલાનું ઉકાળેલું પાણી પીવાથી ગુણકારી નીવડે છે. તે કિડનીને સક્રિય કરીને હાનિકારક તત્વોને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. હૃદય સંબંધી સમસ્યાઓમાં કારેલા એક ઉત્તમ ઇલાજ છે. તે હાનિકારક વસા અને હૃદયની ધમનીઓમાં વસાને જામવા નથી દેતું. જેથી રક્તસંચાર વ્યવસ્થિત રહે છે અને હાર્ટએટેકનું જોખમ ઓછું થાય છે. કેન્સર સામે રક્ષણ પામવા કારેલાના રસનું સેવન કરવું લાભકારી છે.
સુંદરતા માટે ઉપયોગી : કારેલાનો ફેસ પેક લગાડવાથી ચહેરા પરના ડાઘા દૂર થાય છે અને ચહેરો નિખરે છે.
કારેલા અને લીમડાના પાનનો ફેસ પેક : કારેલા અને લીમડાના પાનને વાટી તેમાં હળદર ભેળવી દેવી અને ચહેરા પર લગાડવું. 10 મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો. અઠવાડિયામાં બે વખત લગાડવાથી ફાયદો થાય છે.
કારેલા અને સંતરાના રસનો પેક : કારેલા અને સંતરાના ફેસ પેક બનાવા માટે કારેલા અને સંતરાની છાલને ગ્રાઇન્ડરમાં વાટી લેવી. આ મિશ્રણને ચહેરા પર લગાડવું.10-15 મિનીટ પછી ધોઇ નાખવું. અઠવાડિયામાં બે વખત લહગાડી શકાય.
કારેલા અને ખીરાનો ફેસ પેક : ખીરાની પ્રકૃતિ ઠંડક પ્રદાન કરવાની છે. આ ઉપરાંત ખીરા ચહેરા પર ચમક લાવે છે. ખીરા અને કારેલાનો પેક લગાડવાથી ગરમીને કારણે થતી ચહેરા પરની બળતરા દૂર થાય છે. તેમજ ઊગ્ર તડકાને કારણે ટેનિંગ થયેલી ત્વચાથી રાહદ મળે છે. ખીરા અને કારેલાને ગ્રાઇન્ડરમાં વાટી તેનો પેક બનાવી. ચહેરા અને ગરદન પર લગાડવો અને 15-20 મિનીટ પછી ધોઇ નાખવો. આ પેક અઠવાડિયામાં બે-ત્રણ વખત લગાડવો.