ગુજરાતચૂંટણી 2022

વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી દેતા તાબડતોબ નવા યુથ કોંગ્રેસ પ્રમુખની કરાઈ વરણી, જાણો કોણ બન્યું ?

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સમેટાઈ રહી છે અને વધુ એક વિકેટ પડી છે. યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગઈ છે ત્યારે જ યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા તાબડતોબ નવા પ્રમુખની વરણી કરી દેવામાં આવી છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસને વિશ્વનાથસિંહ વાઘેલાના રાજીનામાં બાદ ખાલી પડેલી જગ્યા પર હરપાલસિંહ ચુડાસમાની નિમણુંક કરી દીધી છે.

વિશ્વનાથ વાઘેલાના કોંગ્રેસ પર ગંભીર આરોપ

યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વિશ્વનાથસિંહ વાઘેલાએ સોનિયા ગાંધી અને જગદીશ ઠાકોરને રાજીનામું સોંપ્યું છે. રાજીનામુ આપતા તેમણે કોંગ્રેસ પર મોટો આક્ષેપ મૂક્યો કે, 1.70 કરોડ આપ્યા પછી મને પદ મળ્યું છે. મારી પાસેથી પૈસા લઈ કોંગ્રેસે વેચાતા પદ આપ્યા છે. સાથે જ તેમણે પરિવારવાદ અંગે લઈને વિશ્વનાથ વાઘેલાએ આરોપ આપ્યો છે. વિશ્વનાથે કહ્યું કે, કોંગ્રેસે દેશને આઝાદી અપાવી, એવા પક્ષ સાથે કામ કરીશું તો લોકસેવા કરીશું. ધીરે ધીરે ખબર પડી કે, હવે નવી કોંગ્રેસ બની છે. કચવાટ અને મૂંઝવણ સાથે કોંગ્રેસમા કામ કરતા રહ્યાં. મારા પિતા પોલીસ ખાતામાં હતા, તેથી પીએસઆઈ બનાવીને કારકિર્દી બનાવી શકત. પરંતું કોંગ્રેસ માટે 8 લાખ 40 હજાર જેટલા મેમ્બર બનાવ્યા. એક મેમ્બરના 50 રૂપિયા, અમે મતદારો બનાવીને ફી ભરી. મારા પિતા ગુજરી ગયા પછી જે રૂપિયા આવ્યા હતા તે પણ ચૂંટણીમાં વાપરી નાંખ્યા. ચૂંટણી જીત્યા પછી મને આનંદ પણ થયો. પરંતુ બીજા દિવસે ખબર પડી કે કોંગ્રેસને તેનો ગર્વ નથી. મને ફેલ કરવાની સ્ટ્રેટેજી બનાવી. વિશ્વનાથને ફેલ કરવા યૂથ કોંગ્રેસને ફેલ કરવાની. હવે મારી સહનશક્તિએ જવાબ આપ્યો. હુ નહિ મારી પહેલાના કાર્યકર્તાઓએ પણ આ જોયું છે. હું પાર્ટી છોડું એટલે મને ગદ્દાર કહેશે.

Back to top button