વર્લ્ડ

લંડનથી ચોરી થયેલી લક્ઝરી કાર બેન્ટલી મુલસાને કરાચીમાંથી મળી આવી

Text To Speech

પાકિસ્તાનના કરાચીમાં કસ્ટમ વિભાગ દ્વારા કરાયેલા દરોડા દરમિયાન યુનાઇટેડ કિંગડમના લંડનમાંથી ચોરાયેલી લક્ઝરી કાર બેન્ટલી મુલસાને કથિત રીતે મળી આવી હતી. સ્થાનિક મીડિયા આઉટલેટના અહેવાલમાં જણાવાયું છે કે કલેક્ટર ઑફ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (સીસીઈ) દ્વારા દરોડા યુકેની ગુપ્તચર એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે પાડવામાં આવ્યા હતા. બ્રિટીશ ગુપ્તચર એજન્સીએ કથિત રીતે CCE, કરાચીને ગ્રે બેન્ટલી મુલ્સેન – V8 ઓટોમેટિક, VIN નંબર SCBBA63Y7FC001375, એન્જિન નંબર CKB304693 – જે DHA, કરાચીમાં પાર્ક કરવામાં આવ્યું હતું તેના વિશે માહિતી પૂરી પાડી હતી તેમ પાકિસ્તાન સ્થિત પેપર બિઝનેસ રેકોર્ડરે અહેવાલ આપ્યો હતો.

એક મકાન પાસે પાર્ક કરવામાં આવી હતી કાર

માહિતીની સત્યતા ચકાસવા માટે સ્થળ પર કડક દેખરેખ બાદ ભૌતિક શોધ હાથ ધરવામાં આવી હતી, અહેવાલમાં વધુમાં જણાવાયું હતું. હાઈ-એન્ડ કાર એક ઘરના ઓટલા પર પાર્ક કરેલી મળી આવી હતી. એજન્સીએ વાહનના માલિકને કસ્ટડીમાં લીધા છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. પૂછપરછ દરમિયાન, માલિકે જણાવ્યું હતું કે કાર તેને અન્ય વ્યક્તિ દ્વારા વેચવામાં આવી હતી જેણે સંબંધિત અધિકારીઓ પાસેથી દસ્તાવેજીકરણ પ્રક્રિયાને કલીયર કરવા માટે પણ સંમતિ આપી હતી. એક વપરાશકર્તા દ્વારા ટ્વીટ કરવામાં આવેલ એક વિડિયોમાં એક ભવ્ય, એશ ગ્રે રંગની બેન્ટલી ઘરના મંડપમાં પાર્ક કરેલી અને કારને આગળ વધારવાનો પ્રયાસ હોય તેવું લાગતું હોય તેવા કેટલાક લોકો દ્વારા તેને ધક્કો મારવામાં આવે છે.

Back to top button