17 વર્ષ પછી અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાનું રિલીઝ થયું સોંગ,શું તમે સાંભળ્યું ?
પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમારે ઘણી હિટ ફિલ્મોમાં આપી છે. 2005 પછી આ જોડી પડદા પર સાથે જોવા મળી નથી. ફેન્સને આ જોડી ફરી એકવાર સ્ક્રીન પર એકસાથે જોવાનો મોકો મળ્યો છે. અક્ષયે ‘બરસાત’ માટે પ્રિયંકા સાથે એક ગીત શૂટ કર્યું હતું, જે હવે રિલીઝ થઈ ગયું છે.
અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાએ ‘ઐતરાઝ’ અને ‘મુઝસે શાદી કરોગી’ જેવી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની છેલ્લી ફિલ્મ ‘વક્ત’ પછી બંને સ્ટાર્સે સાથે સ્ક્રીન શેર કરી નથી. હવે ફરીથી સાથે જોવાની રાહ જોઈ રહેલા ચાહકો માટે એક સારા સમાચાર છે.અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાનું એક ગીત આવી ગયું છે.
અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરા આ ગિતમાં જોવા મળ્યા
આ ગીતની ખાસિયત એ છે કે 2005માં શૂટ થયેલું આ ગીત 17 વર્ષ બાદ રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતનું નામ ‘વો પહેલે બરસાત’ છે. પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમાર ફિલ્મ ‘બરસાત’ માટે આ ગીત શૂટ કર્યું હતું, પરંતુ પછી અક્ષયે ફિલ્મ છોડી દીધી હતી. આ પછી દિગ્દર્શક સુનીલ દર્શને પ્રિયંકા સાથે બોબી દેઓલ લીડ રોલમાં ફિલ્મ બનાવી હતી.આ ગીતોએ કુમાર સાનુએ ગાયું હતું
17 પછી YOUTUBE પર રિલીઝ કરવામાં આવ્યું
બોલિવૂડના ચાહકોને ફિલ્મ ‘બરસાત’નું ટાઈટલ ટ્રેક યાદ હશે. જેના ગીતો ‘બરસાત કે દિન આયે’ થી શરૂ થાય છે. આ ગીતમાં મૂળ જોડી પ્રિયંકા અને અક્ષય કુમારની હતી. અક્ષયે ફિલ્મ છોડ્યા બાદ બોબી દેઓલ આ ફિલ્મમાં જોવા મળ્યો હતો.
અક્ષય જે વીડિયોમાં છે. તેમાં પ્રિયંકાએ ઓફ-વ્હાઈટ કલરની સ્લીવલેસ શોર્ટ કુર્તી અને ચૂરીદાર પહેરી છે. જ્યારે બોબી દેઓલ સાથે વિડિયોમાં પ્રિયંકાનો આઉટફિટ નિયોન ગ્રીન છે.
આ કારણે અક્ષય કુમારે છોડી ફિલ્મ
હાલમાં, બોક્સ ઓફિસ વર્લ્ડવાઇડ પર વાત કરતી વખતે, નિર્દેશક સુનીલ દર્શને આ ગીત અને ફિલ્મ વિશે ચર્ચા કરી. તેણે કહ્યું હતું કે અક્ષય અને પ્રિયંકાએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હતું. અને બંનેએ સાથે ટાઇટલ ટ્રેક પણ શૂટ કર્યો હતો. પરંતુ અક્ષયે આ દરમિયાન તેની કેટલીક ‘કૌટુંબિક સમસ્યાઓ’ ઉકેલવી હતી.
સુનીલે કહ્યું હતું કે અક્ષય કુમાર માટે આ સમસ્યા મોટી છે, નહીં તો તે ક્યારેય આ રીતે ફિલ્મને વચ્ચે છોડી દેત. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે દિવસોમાં અક્ષય અને પ્રિયંકાની નિકટતા વિશે ઘણી અફવાઓ આવવા લાગી હતી, તેથી ટ્વિંકલ ખન્નાએ અક્ષયને ફિલ્મમાં કામ ન કરવાનું કહ્યું હતું.પરતું આજ સુધી માં આ કારણ હજી સુધી સાચું કારણ સામે આવ્યું નથી