જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયું છે. પાલઘર જિલ્લા અધિક્ષકે સાયરસ મિસ્ત્રીના મૃત્યુની પુષ્ટિ કરતાં આ માહિતી આપી છે. સાયરસ મિસ્ત્રી આઈરીશ ઈન્ડિયન ઉદ્યોગપતિ હતા. સાયરસ મિસ્ત્રી તાતા ગ્રુપમાં ચેરમેન પદે પણ કામ કરી ચુક્યા છે. મુંબઈ – અમદાવાદ હાઈવે પર આવેલા પાલઘર નજીક સર્જાયેલા અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે.
Former chairman of Tata Sons Cyrus Mistry killed in road accident near Mumbai
— Press Trust of India (@PTI_News) September 4, 2022
મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાલઘર પાસે બપોરે 3:30 કલાકે તેમની કારને અકસ્માત નડ્યો હતો અને તેમનું મૃત્યુ થયું હતું. સૂર્યા નદી પુલ પર ડીવાઈડર સાથે અથડાવાના કારણે કારનો અકસ્માત થયો હતો અને પાલઘર પોલીસે સાયરસ મિસ્ત્રીના અવસાનની પુષ્ટિ કરી છે. આ અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચી છે. કારમાં કુલ 4 લોકો સવાર હતા જે પૈકીના 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્તોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Cyrus Mistry, former Chairman of Tata Sons, while travelling from Ahmedabad to Mumbai, died in a road accident after his car hit a divider. 4 people were present in the car; 2 died on spot & 2 were moved to hospital: Palghar police officials pic.twitter.com/nOlhZcKUZA
— ANI (@ANI) September 4, 2022
કોણ હતા સાયરસ મિસ્ત્રી ?
સાયરસ મિસ્ત્રીએ તેમનો પ્રારંભિક અભ્યાસ મુંબઈની કેથેડ્રલ અને એન્ડ જોન કોનન સ્કૂલમાંથી કર્યો હતો. તે પછી તે સિવિલ એન્જિનિયરિંગ માટે લંડન ગયા. લંડન બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી કરી. તેમની પાસે પિતાની જેમ આયરિશ નાગરિકત્વ છે.
1991માં પિતાનો કારોબારમાં જોડાયા
સાયરસ મિસ્ત્રીએ 1991માં તેમના પિતાના કારોબાર શાપૂરજી પેલોનજી ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. સાયરસ માત્ર 3 વર્ષમાં જ 1994માં શાપૂરજી પલોનજી ગ્રુપના ડાયરેકર બન્યા હતા. તેમણે પિતાની જેમ ભારતમાં અનેક મોટા રેકોર્ડ બનાવ્યા., જેમાં સૌથી ઊંચા રહેણાંક ટાવર, સૌથી લાંબા રેલવે પુલનું નિર્માણ અને સૌથી મોટા બંદરનું નિર્માણ સામેલ છે. પલોનજી ગ્રુપનો કારોબાર કપડાથી લઈ રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને બિઝનેસ ઓટોમેશન સુધી ફેલાયેલો છે. કારોબારને લઈ ગયા નવી ઊંચાઈએ સાયરસ મિસ્ત્રી બે દાયકાના કાર્યકાળમા શાપૂરજી પલોનજી એન્ડ કંપનીને કન્સ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રકચર, રિયલ એસ્ટેટ મામલે વિશ્વમાં કાઠું કાઢ્યું છે. તેમના નેતૃત્વમાં કંપનીએ મધ્ય પૂર્વ અને આફ્રિકામાં વિકાસ કર્યો. આ ગ્રુપનો કારોબાર 50 દેશોમાં ફેલાયેલો છે. તેઓ કન્સ્ટ્રક્શન ફેડરેશન ઓફ ઈન્ડિયાના સંસ્થાપક સભ્ય પણ છે.
2012 માં ટાટા ગ્રુપના ચેરમેન
2006 માં, પલોનજી મિસ્ત્રી ટાટા જૂથના બોર્ડમાંથી નિવૃત્ત થયા અને તેમની જગ્યાએ 38 વર્ષીય સાયરસ મિસ્ત્રી આવ્યા હતા. પલોનજી મિસ્ત્રી ટાટા ગ્રુપના સૌથી મોટા શેરહોલ્ડર હતા. આ રીતે સાયરસને શાપૂરજી પલોનજી ગ્રુપ ઉપરાંત ટાટા ગ્રુપની અનેક કંપનીના નિર્દેશક બનાવાયા હતા. નવેમ્બર 2011માં સાયરસ મિસ્ત્રીને ટાટા ગ્રુપના ઉપાધ્યક્ષ બનાવાયા હતા. રતન ટાટાના રિટારમેંટ બાદ 28 ડિસેમ્બર, 2012માં ટાટા ગ્રુપના ચેરમેન તરીકે વરણી કરાઈ હતી.