પાલનપુર : આદર્શ વિદ્યા સંકુલ દ્વારા શિક્ષક દિનની અનોખી ઉજવણી
પાલનપુર : ડીસાના આદર્શ વિદ્યા સંકુલ ખાતે વિશિષ્ટ રીતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડીસા શહેર અને તેની આજુબાજુના વિસ્તારના પ્રતિષ્ઠ તથા નામાંકિત અને વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિ ધરાવતા મહાનુભાવો દ્વારા આદર્શ વિદ્યાલયના માધ્યમિક વિભાગના ધોરણ 9 અને 10 એવા જુદા જુદા 14 વર્ગખંડોમાં શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવ્યું.
પ્રતિષ્ઠ અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતા મહાનુભાવો રહ્યા હાજર
જેમાં હેમીનભાઈ પુનડીયા, પાયલોટ, ઈશ્વરભાઈ પટેલ, નાયબ મામલતદાર, ભગવાનભાઈ બંધુ, સામાજિક કાર્યકર અને નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર, ડો. મુકેશભાઈ ચૌધરી, ડો. રવિભાઈ પટેલ, પંકજભાઈ સોનેજી, પત્રકાર, ચેતનભાઇ કીરી એન્જિનિયર અને ટ્રસ્ટી શ્રી સંસ્કાર મંડળ, કૈલાશભાઈ ત્રિવેદી ટ્રસ્ટી, સંસ્કાર મંડળ,ગોપાલભાઈ ઠક્કર, એન્જિનિયર, શ્રીમતી હેતલબેન જોશી, વકીલ, આનંદભાઈ ચૌધરી, પંચાયત સદસ્ય, ઈશ્વરભાઈ ગેલોત, એન્જિનિયર.. ડો. અજયભાઈ જોશી, પ્રમુખ, સંસ્કાર મંડળ, ડીસા આ તમામ મહાનુભાવોએ એવિએશન, સરકારી કામકાજની અરજી કઈ રીતે કરવી, પર્યાવરણની જાળવણી, કેન્સર રોગ ની માહિતી, વિજ્ઞાન અંતર્ગત માહિતી, તંદુરસ્ત પત્રકારત્વ, ગણિતના પાયાના ખ્યાલો, અંગ્રેજી ગ્રામર, બાળકોનું શોષણ અને સાઇબર ક્રાઇમ, પર્યાવરણ સેવા, જીવ દયા અને ગુણવત્તા સભર શિક્ષણ જેવા જુદા જુદા વિષય પર વિદ્યાર્થીઓને એક સાથે જ્ઞાનનું રસપાન કરાવવામાં આવ્યું. હતું.
આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી ડો અજયભાઈ જોશી, સંસ્થાના મંત્રી હિતેશભાઈ અવસ્થી, શાળાના આચાર્ય કે.પી. રાજપુત અને માધ્યમિક વિભાગના સુપરવાઇઝર એ. કે. ચાવડાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી કાર્યક્રમને સુંદર અને વિદ્યાર્થી લક્ષી બનાવ્યો. જેમાં સંસ્કાર મંડળના ટ્રસ્ટી પ્રતાપભાઈ ઠક્કર, પરેશભાઈ ઠક્કર ,અને નટુભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.