ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

ગુજરાત ATS ની મોટી સફળતા : રુ. 20 કરોડના ડ્રગ્સ સાથે દિલ્હીથી અફઘાની વ્યક્તિની ધરપકડ

Text To Speech

ગુજરાત ATSએ ડ્રગ્સના મામલે વધુ એક મોટી સફળતા મેળવી છે. ગુજરાત એ.ટી.એસ.એ દિલ્હીથી અફઘાની વ્યક્તિની 20 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. ખાસ વાત એ છેકે ગુજરાત ATSને સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમી આપી હતી. જેના આધારે દિલ્હીના વસંતકુંજ વિસ્તારમાંથી વાદિઉલ્લા રહિમુલ્લા નામના અફઘાની વ્યક્તિની 4 કિલો હેરોઇન સાથે દિલ્હીના વસંતકુંજ વિસ્તારથી ધરપકડ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગુજરાત ATSએ ગુજરાત બહારથી પણ ડ્રગ્સના વેપારીઓને ઝડપી પાડ્યા છે. ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયાકાંઠો સોફ્ટ ટાર્ગેટ મનાતો પણ છેલ્લા એક વર્ષમાં ગુજરાત પોલીસ અને એટીએસની કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓ હવે કાંપવા લાગ્યા છે. યુવાનોને બરબાદ કરનાર લોકો જેલભેગા થઇ રહ્યાં છે પણ ચિંતા યુવાનોને નશાથી મુક્ત કરવાની છે અને પડકાર ડ્રગ્સ મુક્ત ગુજરાત કરવાનો છે.

રાજ્યમાં જે રીતે છેલ્લા 1 વર્ષમાં પેડલર્સને ઠેકાણે કરવામાં આવ્યા છે તેનાથી જ સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર કટિબધ્ધ છે. જરાત પોલીસ, એટીએસ અને ગૃહમંત્રાલય એક એક પેડલર્સને પકડવા માટે તૈયાર છે. છતા પણ આ ફિકર થાય છે યુવાનોની કેમ કે આજની યુવાપેઢીને ડ્રગ્સ આપીને તેમને બરબાદ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : AAP નેતા ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ ગૃહ રાજ્યમંત્રી અંગે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ બદનક્ષીની ફરિયાદ દાખલ

આ તરફ હાલમાં અમદાવાદમાં ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો. ક્રાઈમ બ્રાન્ચે જુહાપુરામાં ફતેહવાડી કેનાલ નજીકથી 18 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપી શાહરૂખખાન પઠાણ પાસેથી 186 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે.

Back to top button