ટોપ ન્યૂઝવર્લ્ડ

બાંગ્લાદેશના વડાપ્રધાન હસીના શેખે રોહિંગ્યા મુસ્લિમો માટે PM મોદીની મદદ માગી

Text To Speech

બાંગ્લાદેશના વડાપ્રધાન હસીના શેખે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે રોહિંગ્યા મુસ્લિમો બાંગ્લાદેશ માટે પણ ‘મોટો બોજ’ બની ગયા છે. તેમની ભારત મુલાકાત પહેલા શેખ હસીનાએ કહ્યું કે તેમને આશા છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વાસ્તવમાં હસીના શેખ સોમવારથી ભારતની 4 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ ઘણી જગ્યાએ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે.

શેખ હસીનાની આ મુલાકાત પહેલા તેમણે એક ઈન્ટરવ્યુમાં પોતાના ભારત પ્રવાસના મહત્વના ઉદ્દેશ્યો શેર કર્યા છે. હસીનાએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેઓ રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દાના સમાધાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વાતચીત કરશે. તેમનું માનવું છે કે તેમના વહીવટમાં લાખો રોહિંગ્યા મુસ્લિમો એક મોટી સમસ્યા છે. તેણે કહ્યું, તમે જાણો છો કે આ અમારા માટે મોટો બોજ છે. ભારત એક મોટો દેશ છે અને તે તેમને સમાવી શકે છે. પરંતુ અમારા દેશમાં લગભગ 11 લાખ રોહિંગ્યા મુસ્લિમો છે. અમે આંતરરાષ્ટ્રીય સ્તરે અને અમારા પડોશી દેશો સાથે વાત કરી રહ્યા છીએ જેથી કરીને તેઓ કેટલાક મહત્વપૂર્ણ પગલાં ભરે અને રોહિંગ્યાને તેમના દેશમાં પાછા મોકલી શકાય.

રોહિંગ્યાનું શું થશે ?

હસીનાએ રોહિંગ્યા વિશે કહ્યું કે માનવતાના રૂપમાં તેણે તેમને આશ્રય આપ્યો છે અને તેમની જરૂરિયાતો પૂરી કરી રહી છે. પણ એમને ક્યાં સુધી આવું કરવું પડશે ? તેમણે કહ્યું, અમે માનવતાના આધારે તમામ રોહિંગ્યા મુસ્લિમોને કોવિડથી બચાવવા માટે રસી પણ અપાવી છે. અમે તેમને આશ્રય આપ્યો. પણ તે ક્યાં સુધી અહીં રહેશે ? આમાંના કેટલાક લોકો ડ્રગ્સ, હથિયારો અને મહિલાઓની દાણચોરીમાં પણ સામેલ છે. અને તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. તેથી, તેઓ જેટલી વહેલી તકે તેમના ઘરે પરત ફરશે, તે અમારા દેશ માટે વધુ સારું રહેશે. અમે આ મુદ્દે આસિયાન અને યુનો અને અન્ય દેશ તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે પણ વાત કરી રહ્યા છીએ.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, 50 લાખ કરોડનું દેવું, તબાહી બાદ મોંઘવારીએ હાહાકાર મચાવ્યો

Back to top button