ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમિત શાહે વાડજમાં સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરતાં કહ્યું, હવે દિલ્હીથી ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે

Text To Speech

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે વાડજમાં સ્માર્ટ સ્કુલનું લોકાર્પણ સાથે સંબોધનમાં ગુજરાતના વિકાસની ગાથા ફરી એકવાર લોકોને જણાવી હતી. જેમાં જણાવ્યું કે, આ નવું ગુજરાત છે જેમાં કર્ફ્યુ જોવા મળતા નથી. અને હવે દિલ્હીથી ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે.

અમદાવાદના વાડજમાં રૂ. 9.54 કરોડના ખર્ચે બનેલી સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કરતાં સમયે જણાવ્યું કે, PM મોદીએ નવી શિક્ષણ નીતિ પર ભાર મુક્યો છે. હવે દિલ્હીથી ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. CM એ જ પોલિસીને આગળ વધારી રહ્યા છે. જેના કારણે રાજ્યનો વિકાસ રથ આગળ વધી રહ્યો છે.

આ ઉપરાંત અગાઉની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતાં અમિત શાહે જણાવ્યું કે, BJPની સરકાર આવ્યા બાદ શાંતિ રહી છે. તેમજ પોરબંદરની જેલને તાળા મારવા પડયા હતા. તથા કોંગ્રેસના રાજમાં પોરબંદર શરૂ થાય છે તેવા બોર્ડ જોયા છે. પણ હાલ એવી કોઈ જ સ્થિતિ જોવા મળી રહી નથી. નવા નવા કાર્યો થઈ રહ્યા છે.

આ પણ વાંચો :  આવનારી ચૂંટણીમાં ટિકિટને લઈને C.R.Patil એ કર્યો ધડાકો, કોઈને ટિકિટ ન મળે તો ખોટું ન લગાડતા

ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાશે

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના પેરા-એથ્લેટ્સનું સન્માન કરવામાં આવ્યું છે.

ક્યાં બનાવવામાં આવી સ્માર્ટ શાળાઓ ?

વાડજમાં બનાવવામાં આવેલી સ્માર્ટ શાળા 2000 વારની જગ્યામાં બનાવવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ તમામ સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. શહેરની નારણપુરા શાળા નંબર-6, ઘાટલોડિયા શાળા નંબર-2, વાડજની શાળા નંબર-2 અને થલતેજમાં શાળાનું ઉદ્ઘાટન કર્યું છે. તેમજ ગૃહમંત્રી આજે અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

Back to top button