સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત આરોગ્ય વન વિશે જાણો અને જુઓ કેટલીક તસવીરો
નર્મદાઃ “ભારત દેશ વિવિધતામાં એકતાનો ઘણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. તેનાં મૂળ ભારત દેશના ‘વસુધૈવ કુટુમ્બકમ’ની વિભાવનામાં રહેલા છે, જેનો અર્થ થાય છે સમગ્ર સૃષ્ટિ એ મારું કુટુંબ છે. 1947માં ભારત દેશ સ્વતંત્ર થયો એ વેળા લગભગ 562 જેટલાં નાનાં-મોટાં રજવાડાઓમાં વહેંચાયેલો હતો. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ભારતરત્ન સરદાર વલ્લભભાઇ પટેલે દૃઢ નિશ્ચયબદ્ધતા થકી એ રજવાડાંઓને એક તાંતણે બાંધીને ભારતના મુખ્ય પ્રવાહમાં સામેલ કર્યા. પરિણામે આજના અખંડ ભારતનું સર્જન થઇ શક્યું છે. દેશને તેમણે નવો આકાર આપ્યો છે. સરદાર પટેલનું જીવન દેશની વર્તમાન અને ભાવિ પેઢીઓને માટે હંમેશા પ્રેરણાદાયી બની રહેશે. એ હેતુથી તેમના વિશેષ સ્મારક રૂપે વિરાટ પ્રતિમા, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બનાવવામાં આવ્યું છે. એકતાનગરના વિવિધ આકર્ષણો પૈકીનું એક એટલે આરોગ્ય વન. આજની આ શબ્દ યાત્રામાં જાણો આરોગ્ય વન વિશે અને તેની કેટલીક સુંદર તસવીરો જુઓ…