અમેરિકાના મિસિસિપી શહેરમાં એક પાયલોટે વોલમાર્ટ સ્ટોર પર વિમાન દુર્ઘટનાગ્રસ્ત કરવાની ધમકી આપી છે. આ વાતની જાણકારી સ્થાનિક પોલીસે આપી છે. પાયલોટની ધમકી પછી પોલીસ હરકતમાં આવી અને લોકોને આ વિસ્તારમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.
Currently we have a 29yr old who stole this plane & is threatening to crash it into something. Polices ,ambulances ,& fire trucks are everywhere. Everything is shutdown rn pic.twitter.com/AzebdIa3tP
— City King (@CityKing_Gank_) September 3, 2022
જાણકારી પ્રમાણે પાયલોટની આ ધમકી પછી પોલીસે તેની સાથે સીધો સંપર્ક કરવાનું શરુ કરી દીધું છે. ધમકી પછી ટુપેલો પોલીસ ડિપાર્ટમેન્ટ વોલમાર્ટ સ્ટોરમાં બનેલી દુકાનોને ખાલી કરાવવામાં લાગી ગઇ છે અને સાથે સાવધાની રાખતા નાગરિકોને પણ તે સ્થાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.
પોલીસે જણાવ્યું કે પાયલોટની ધમકી પછી બધી ઇમરજન્સી સેવાઓને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે પાયલોટ સતત શહેરની ઉપર વિમાન ઉડાડી રહ્યો છે. પોલીસના મતે આ ઘટના અમેરિકાના સમય પ્રમાણે સવારે પાંચ વાગ્યાની છે. બતાવવામાં આવી રહ્યું છે કે પાયલોટે પોલીસને 911 પર કોલ કરીને ધમકી આપી હતી.
State law enforcement and emergency managers are closely tracking this dangerous situation. All citizens should be on alert and aware of updates from the Tupelo Police Department. https://t.co/hQ8GxcR8s0
— Governor Tate Reeves (@tatereeves) September 3, 2022
પાયલોટ એક નાનું વિમાન ઉડાવી રહ્યો છે. તેની ઓળખ બીચક્રાફ્ટ કિંગ એયર 90ના રૂપમાં થઇ છે. તેને ટુપેલો હવાઇ એરપોર્ટથી લેવામાં આવ્યું છે. આ વિમાન નવ સીટો વાળું છે. જેમાં બે એન્જીન છે.