ઉત્તર ગુજરાતસ્પોર્ટસ

દાંતીવાડા : ‘રાષ્ટ્રીય રમત દિવસ’ અંતર્ગત BSF કેમ્પમાં હાફ મેરેથોનનું આયોજન

Text To Speech

પાલનપુર : દાંતીવાડા 1055 બોર્ડર સિક્યુરિટી ફોર્સ આર્ટિલરી રેજિમેન્ટ દ્વારા “રાષ્ટ્રીય રમત દિવસ” અંતર્ગત હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત મુખ્ય અતિથિ કાર્યકારી કમાન્ડન્ટ સુકેશ જરૌલિયા, ડેપ્યુટી કમાન્ડન્ટ અશોક કુમાર, પંકજ કુમાર, અને મનીષ સિંઘ દ્વારા મેરેથોનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાર્યકારી કમાન્ડન્ડ સુકેશ જરૌલિયાએ જણાવ્યું હતું કે, આ દિવસને “રાષ્ટ્રીય રમત દિવસ” તરીકે ઉજવવાથી દેશના નાગરિકોમાં ખેલદિલી વડે રાષ્ટ્રીય એકતાની સાથે સાથે શારીરિક ક્ષમતા પણ સુદ્રઢ થશે. તેમણે ભારતમાં તેમનો જન્મ થયો એ બાબતે ગર્વની લાગણી અનુભવી આપણા દેશમાં એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ, સદભાવના વગેરે જાળવવા માટે આવા અનેક દિવસોને તહેવારો તરીકે ઉજવવામાં આવે છે. જેમાંથી બોધપાઠ મળે છે કે, આવી ઉજવણી સાથે રાષ્ટ્રહિતનું નામ જોડવું જોઈએ.

BSF National Sports Day 01

આ પ્રકારની સ્પર્ધા એ સંદેશ આપે છે કે, સતત દોડવા માટે આપણામાં કેટલો સંયમ અને હિંમત છે. એ ભાવના સાથે હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હેલીપેડ ગ્રાઉન્ડથી નીકળીને 93મી કોર્પ્સના ગેટ નં.2 થી સરદાર કૃષિનગર એગ્રીકલ્ચર યુનિવર્સિટી (10.5 કિમી) દાંતીવાડા રોડ અને 93વી કોર્પ્સના ગેટ નંબર 2થી BSF કેમ્પસ દાંતીવાડા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પરત ફરી હતી. હાફ મેરેથોનના પ્રથમ ત્રણ વિજેતા સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. એમ બી.એસ.એફ દાંતીવાડાના પી.આર.ઓ.એ જણાવ્યું હતું.

Back to top button