વર્લ્ડ

અમેરિકા બાદ પોલેન્ડમાં ભારતીય સાથે વંશીય ભેદભાવ

Text To Speech

ભારતીય નાગરિકો સાથે અમેરિકામાં વંશીય ભેદભાવ અને નફરતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે કેલિફોર્નિયા બાદ હવે યુરોપમાં ભારતીય નાગરિક સાથે વંશીય ભેદભાવનો મામલો સામે આવ્યો છે.

racism in Europe
racism in Europe

અમેરિકામાં ભારતીયોનું અપમાન

સોશિયલ મીડિયા પર એક વિડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં એક ભારતીય માણસને પરજીવી (પેરાસાઈટ) કહેવામાં આવી રહ્યો છે. પીડિત ભારતીય યુવકની ઓળખ થઇ શકી નથી.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, અમેરિકન વ્યક્તિએ બોલી રહ્યો છે કે, તમે તમારા દેશમાં પાછા કેમ નથી જતા. તમે પોલેન્ડમાં કેમ છો? તે જ સમયે, જ્યારે ભારતીયે કહ્યું કે તમે મને કેમ ફિલ્માવી રહ્યા છો, તો તેના પર અમેરિકન છોકરો જવાબ આપતા કહે છે કે, હું અમેરિકાથી છું અને તમે અમેરિકામાં મોટી સંખ્યામાં છો. દરેક જગ્યાએ ભારતીય છે. તમે લોકો તમારો પોતાનો દેશ છે, ત્યાં પાછા જાઓ. અમે નથી ઇચ્છતા કે તમે લોકો યુરોપમાં રહો.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

ભારતીય વ્યક્તિ દ્વારા વારંવાર ના પાડવા છતાં અમેરિકન નાગરિકે તેનો વીડિયો બનાવવાનું ચાલુ રાખ્યું હતું. વીડિયોમાં અમેરિકન વ્યક્તિએ ભારતીય પર વંશીય ટિપ્પણી કરી હતી અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. જાતિવાદી અપશબ્દો અને અપમાનજનક ભાષાથી ભરેલો ચાર મિનિટનો વીડિયો Reddit પર શેર કરવામાં આવ્યો હતો અને હવે તે ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે.

indian in abroad
indian in abroad

આ વાતની પુષ્ટિ થઈ નથી કે, આ વીડિયો ક્યાંનો છે. તેમજ ભારતીય નાગરિકની ઓળખ થઈ શકી નથી. ટ્વિટર યુઝરના જણાવ્યા મુજબ, નેટીઝન્સે તે વ્યક્તિની ઓળખ જ્હોન મિનાદેવ જુનિયર તરીકે કરી હતી, જે ગોઈમ ટીવી નામના નફરતના જૂથના વડા હતા. મહત્વનું છે કે, છેલ્લા એક સપ્તાહમાં ભારતીયો વિરુદ્ધ વંશીય ભેદભાવની આ ત્રીજી ઘટના છે.

Back to top button