ઉત્તર ગુજરાતટોપ ન્યૂઝ

ડીસા : હિન્દુ સમાજની આક્રોશ રેલીમાં પોલીસનો લાઠીચાર્જ, મુસ્લિમ વિસ્તાર તરફ જવા માટે પ્રયાસ થતા બની ઘટના

Text To Speech

ડીસાના માલગઢ ગામના માળી પરિવારની યુવતીને મુસ્લિમ યુવક દ્વારા ફસાવી યુવતીની માતા અને ભાઈને ધર્માંતરણ કરાવી રૂપિયા 25 લાખની માંગણી કરી હોવાની બાબતે સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે પોલીસે રેલી ઉપર હળવો લાઠી ચાર્જ કરવો પડ્યો હતો.

HD News Deesa Hindu Rally

આ કારણે આજે માળી સમાજ તેમજ હિંદુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેમાં તમામ સમાજો, વિવિધ વેપારી એસોસિએશન અને વિવિધ સામાજિક તેમજ સ્વૈચ્છિક સંગઠનો એ પોતાનું સમર્થન આપતા ડીસા શહેર અભૂતપૂર્વ સજ્જડ બંધ રહ્યું હતું. સવારે 10:00 વાગ્યેથી ડીસાના સરદાર બાગ આગળથી વિશાળ આક્રોશ રેલી નીકળી હતી. રેલીમાં 15 હજારથી વધુ લોકો જોડાયા હતા. રેલી સરદારબાગ થી ફુવારા સર્કલ,સુભાષ ચોક, હીરા બજાર થઈ એસ.સી.ડબ્લ્યુ સ્કૂલ થઈ સરદાર બાગ પરત આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

જોકે હીરા બજાર આગળ થી રેલીનો પ્રવાહ મુસ્લિમ વિસ્તાર તરફ જવા દબાણ કરતો હોય પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં બે યુવકોને ઈજા થઈ હતી.

રેલી બાદ સરદારબાગ આગળ યોજાયેલી વિશાળ જાહેર સભામાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, માળી સમાજના અગ્રણી પ્રવીણભાઈ માળી, મગનલાલ માળી, પી. એન. માળી કૈલાશભાઈ ગેલોત તેમજ હિંદુ યુવા સંગઠનના મનોજ ઠાકોર સહિત આગેવાનોએ પોતાના પ્રવચનમાં મુસ્લિમ સમાજને લવ જેહાદની પ્રવૃત્તિ બંધ કરી હિન્દુ પરિવારને 24 કલાકમાં પરત સોંપવા તેમજ હિન્દુ યુવતીઓને ફસાવવાનો કૃત્ય ન કરવા તેમજ આગામી સમયમાં તેના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવા આક્રોશ પૂર્વક જણાવ્યું હતું.

આ પણ વાંચો : ડીસા : હિન્દૂ સમાજની મહારેલીમાં 15 હજાર લોકો જોડાયા, ધર્મપરિવર્તનને લઈ લોકોમાં રોષ

પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ફિલ્ડ પર પહોંચ્યા

જોકે હીરા બજાર આગળ થી રેલીનો પ્રવાહ મુસ્લિમ વિસ્તાર તરફ જવા દબાણ કરતો હોય પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં બે યુવકોને ઈજા થઈ હતી. આ ઘટના બાદ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા પણ ડીસા દોડી આવ્યા હતા.

Dessa Bandh Main 06

શહેરની કાયદો અને વ્યસ્થાની સમીક્ષા કરી હતી. જ્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત બે યુવકોને સારવાર બાદ સીવીલમાંથી રજા આપવામાં આવી હતી. દરમિયાન બપોરે શહેરના માર્ગો ઉપર લોકોની ચહલ પહલ ઘટી ગઈ હતી. અને માર્ગો સુમસામ બન્યા હતા. જ્યારે પોલીસનું પેટ્રોલીગ સતત ચાલુ રાખવામાં આવ્યું હતું.

Dessa Bandh Main 05

Back to top button