ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

AAP નેતા ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ ગૃહ રાજ્યમંત્રી અંગે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ બદનક્ષીની ફરિયાદ દાખલ

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વાદળો જે રીતે નજીક આવી રહ્યા છે તે રીતે રાજકીય નેતાઓના વાણી-વિલાસ પણ વધી રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટલીયા વિરુદ્ધ તેમના વાણી-વિલાસના કારણે ફરિયાદ નોંધાઈ છે. સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને “ડ્રગ્સ સંઘવી ” કહેતા બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે.

સુરતમાં ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ આ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ 469, 500, 504 કલમ લગાવાઈ છે. જેના કારણે આગામી દિવસોમાં ગોપાલ ઇટાલીયાની મુશ્કેલીઓ વધી શકે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આપ લડી લેવાના મૂડમાં, કેજરીવાલ આજે સુરતમાં જાહેર સભાને કરશે સંબોધન

શું આપ્યું હતું નિવેદન ?

રાજ્યાં ચૂંટણી ટાણે જ ડ્રગ બાબતે રાજકારણ શરૂ થયું છે. આ અંગે થોડા દિવસ અગાઉ આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, અદાણી પોર્ટ પરથી ડ્રગ્સ સપ્લાય થાય છે. લઠ્ઠાકાંડને લઈને પણ આકરા પ્રહારો કર્યા હતા. ગૃહમંત્રીએ ડ્રગ્સ આવતું રોકવુ જોઈએ. ભાજપને આમ આદમી પાર્ટીનો ડર લાગે છે. અમે કોઈથી ડરતા નથી. કેમ ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ પકડાય છે. રાજ્યના ગૃહ મંત્રીના પણ કાળા હાથ હોઈ શકે. આ નિવેદન બાદ વિરોધ વધ્યો હતો.

Back to top button