ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આપ લડી લેવાના મૂડમાં, કેજરીવાલ આજે સુરતમાં જાહેર સભાને કરશે સંબોધન

Text To Speech

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો મેદાનમા ઉતરી ગયા છે. તેમાં પણ ખાસ કરીને આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં છે. અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવે છે અને નવી નવી ગેરન્ટી આપી લોકોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ફરી કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે આજે સુરતમાં જાહેર સભાને સંબોધશે.

અરવિંદ કેજરીવાલ શુક્રવારે દ્વારકામાં ભગવાન કૃષ્ણને યાદ કર્યો. તેમણે કહ્યું કૃષ્ણ અને બલરામનાં આપણી ઉપર આશીર્વાદ રહેશે. મને ગુજરાતથી  ખૂબ  પ્રેમ મળી રહ્યો  છે.તેમણે હાજર જનમેદનીનો આભાર માન્યો હતો અને  મને રાજનીતિ નથી આવડતી, મારે દેશને નંબર 1 બનાવવો છે. સ્કૂલ, રોજગાર, રસ્તાઓ, હોસ્પિટલ બનાવવા અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવા છે.

આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતોને માટે કેજરીવાલની મોટી જાહેરાત, જાણો-AAPની 6 ગેરંટી

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે, આમ આદમી ખોટા વાયદા નથી કરતી કેજર વાલ જે કહે તે કરે છે.અમારી ગેરંટી 5 વર્ષની છે. કામ ન થાય તો આવતી વખતે મત ન આપતા. જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી દર મહિને 3000 રોજગારી ભાથું આપશું. દસ લાખ સરકારી નોકરીની વાત પણ કરી. 1 વર્ષમાં તમામ ભરતી પૂરી કરીશું. દરેક પેપર ફૂટવાની તપાસ બાદ આરોપીઓને જેલમાં નાખીશું.મુખ્યમંત્રી કેજરીવાલે ખેડૂતો માટે કેટલીક મહત્વની જાહેરાત પણ કરી હતી. દરેક ખેડૂતને પૂરતો પાણી પૂરવઠો આપવાની સાથે કેટલીક અન્ય પણ મહત્વની જાહેરાત કરી હતી.

Back to top button