ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં લમ્પી વાયરસથી વધુ પાંચ ગાયોના મોત

Text To Speech

પાલનપુર : સમગ્ર રાજ્યમાં ગાયોમાં લમ્પી વાયરસ નામના રોગે હાહાકાર મચાવ્યો છે. અને હજારો ગાયો મોતના મુખ તરફ ધકેલાઈ રહી છે. ત્યારે ડીસામાં પણ આજે (શુક્રવારે) વધુ પાંચ ગાયોના લમ્પી વાયરસના કારણે મોત નીપજ્યા હતા.સમગ્ર રાજ્યમાં ગાયોમાં લમ્પી વાયરસનો ચેપ ફેલાયો છે.રસ્તે રખડતી ગાયો હોય કે પશુપાલકોની ગાયો હોય તેમાં ઝડપથી આ રોગ પ્રસરી રહ્યો છે. અને હજારો ગાયો મોતના મુખમાં ધકેલાઇ રહી છે.સરકાર દ્વારા લમ્પી વાયરસ અટકાવવા ઘનિષ્ઠ રસીકરણ તેમજ દવાઓના ડોઝ આપવામાં આવી રહ્યા છે. જોકે લમ્પી વાયરસ અટકવાનું નામ લેતો નથી.

બનાસકાંઠા જિલ્લામાં હજારો ગાયોના મોત નીપજયા છે. જ્યારે ડીસા તાલુકામાં પણ સરકારી ચોપડે 68 ગાયોના મોતની હોવાનું નોંધાયું છે.લમ્પી વાયરસ અટકાવવા ગામડે -ગામડે જીવદયા પ્રેમીઓ દ્વારા ગાયોને આયુર્વેદિક લાડુ તેમજ આયુર્વેદિક આહાર આપવામાં આવી રહ્યા છે.ડીસામાં રસ્તે રખડતી અનેક ગાયો લમ્પી વાયરસનો ચેપ લઈને ફરી રહી છે. ત્યારે પશુપાલન વિભાગ દ્વારા આ તમામ ગાયોને પકડી એક જગ્યાએ રાખી તેની સારવાર કરવામાં આવે તો આ ચેપ ઝડપથી ફેલાતો અટકાવી શકાય તેમ છે.

Back to top button