ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : જુની પેન્શન યોજનાની રેલીમાં જોડાશે 10000 કર્મચારી

Text To Speech

પાલનપુર : બનાસકાંઠાના પાલનપુર ખાતે ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચા દ્વારા જુની પેન્શન યોજના શરૂ કરવા અને કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે શનિવારે મહારેલી નીકળશે. આ રેલીમાં 32 મંડળના કર્મચારીઓ જોડાશે.

બનાસકાંઠા જિલ્લા સંયુકત કર્મચારી મોરચાના પ્રમુખ સંજય દવેએ જણાવ્યું હતું કે, જુની પેન્શન યોજના લાગુ કરવા માટે શનિવાર તા.૦૩ સપ્ટે.’૨૨ના રોજ કર્મચારીઓની મહારેલી યોજાશે.આ અંગે મોરચાના પ્રમુખ સંજય દવેએ વધુમાં જણાવ્યું કે, જુની પેન્શન યોજના કર્મચારીઓનો અધિકાર છે. એ અમે મેળવીને જ ઝંપીશું.

જૂની પેન્શન યોજના સહિત કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આગામી સમયમાં રસ્તા પર ઉતરીને જલદ લડત આપવામાં આપશે. નિવૃત્તિ પછી કર્મચારીઓને લાચાર કે ઓસીયાળું જીવન જીવવુ ન પડે તેનો આધારએ જુની પેન્શન યોજના છે. ત્યારે કર્મચારીઓ પોતાના હિત અને આવનારા ભવિષ્યની ચિંતા કરી 32 મંડળના કર્મચારીઓ આ મહારેલીમાં જોડાશે. જ્યારે પાલનપુરના જહાંનારા બાગથી બપોરે 1:30 વાગે રેલી નિકળી કલેકટર કચેરીએ પહોંચશે. જ્યાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. આ મહારેલીમાં 10 હજારથી વધુ સરકારી કર્મચારીઓ જોડાશે તેવી ધારણા છે.

રેલીને બનાસકાંઠાના 32 મંડળોનું સમર્થન

આ રેલી બપોરે-1:30 કલાકે પાલનપુર ખાતે બ્રાહ્મણવાડી- જહાંનારા બાગથી પ્રસ્થાન કરી ગલબાકાકા સર્કલ, ગઠામણ ગેટથી નિકળી કલેકટર કચેરીએ પહોંચી કલેકટરને આવેદનપત્ર આપશે. આ રેલીમાં જોડાવા બનાસકાંઠા જિલ્લાના તમામ 32 મંડળોએ સમર્થન આપ્યું છે. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, તલાટી મંડળ, ખેતી, ગ્રામસેવક, કે. નિરિક્ષક, આરોગ્ય, વર્ગ -4, ડ્રાઈવર , માઘ્યમિક, ઉચ્ચત્તર માઘ્યમિક, વહીવટી, આચાર્ય સંઘ, કલા સંઘ, વ્યાયામ મંડળ, વર્ગ -૩, મહેસુલ, ટેકનીકલ, રેવન્યુ તલાટી મંડળો જોડાશે.

માંગણી નહિ સ્વીકારાય તો અન્ય કાર્યક્રમો અપાશે

જૂની પેન્શન યોજના લાગુ કરવાના મુદ્દે કર્મચારીઓએ લડત શરૂ કરી છે ત્યારે તેમની માંગણી સરકાર નહીં સ્વીકારે તો 11 સપ્ટે. મહેસાણામાં રેલી, 17 સપ્ટે. રાજ્યના તમામ કર્મચારીઓ માસ સીએલ પર જશે, 22 સપ્ટે. કર્મચારીઓ પેનડાઉન કરશે અને 30 સપ્ટેમ્બરે કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.

Back to top button