ઉત્તર ગુજરાતગુજરાત

હિન્દૂ સમાજ દ્વારા શનિવારે ડીસા બંધનું એલાન, શું છે સમગ્ર ઘટના ?

Text To Speech

પાલનપુર : ડીસાના માલગઢ ગામે એક પરિવારના ધર્મ પરિવર્તન બાદ પૈસાની માગણી કરતા ડીસામાં શનિવારે હિન્દુ સમાજ દ્વારા મહારેલી યોજાશે.ડીસાના માલગઢ ગામે માળી સમાજના પરિવારના ધર્મ પરિવર્તન કરી વિધર્મીઓ દ્વારા રૂપિયા 25 લાખની માગણી કરાતા પરિવારના મોભીએ આપઘાતની કોશિશ કર્યા બાદ સમગ્ર માળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

આ પણ વાંચો :  બનાસકાંઠા : કિર્તીસિંહ વાઘેલાએ આપી વાહનોનો ટોલ ટેક્સ નાબૂદ કરવાની ખાતરી

જોકે પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરાઈ હતી. પરંતુ ધર્મ પરિવર્તન કરેલ પરિવાર હજુ સુધી મળી ન આવતા માળી સમાજ સહિત સમગ્ર જિલ્લામાં હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. અને શનિવારે સમગ્ર જિલ્લાભરના લોકો ડીસામાં આ મહારેલીનું આયોજન કરેલ છે.
Deesa bandh HD News

 

માલગઢમાં પરિવારનું ધર્મપરિવર્તન કરી પૈસાની માંગણી ને લઈને હિન્દૂ સમાજમાં રોષ

આ રેલીમાં જિલ્લાભરના ગામડાઓમાંથી લગભગ 200 થી વધુ ટ્રેક્ટરો લઈને લોકો ડીસા મહારેલીમાં જોડાશે. જોકે વહીવટી તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ રેલીમાં હજારો લોકો જોડાશે અને બેનરો સાથે,વિધર્મીઓના વિરોધમાં સૂત્રોચાર કરતા રેલી સવારે 10 વાગ્યે સાંઈબાબા મંદિરથી શહેરના માર્ગો પર ફરી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. અને વિધર્મીઓ સામે કડક કાર્યવાહી કરવા અને ફાંસીની સજા આપવા સહિત ધર્મ પરિવર્તન થયેલ પરિવારને પરત લાવવાની માંગ સાથે આવેદન પત્રમાં માંગ કરવામાં આવશે.

Deesa bandh 01 HD News

ડીસા બંધના એલાનમાં વિવિધ વેપારીઓનું સમર્થન

ડીસા બંધના એલાનમાં ડીસા ગંજબજાર, ડીસા શાક માર્કેટ અને કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન, કાપડ, સુવર્ણકાર સહિત વિવિધ એસોસિયેશન સહિત ધાર્મિક,સામાજિક અને યુવા સંગઠનો, રાજકીય આગેવાનો પણ આ મહારેલીમાં જોડાશે.

Deesa bandh 02 HD News

Back to top button