ગુજરાત

અંકલેશ્વર નજીક રેલવે ઓવર હેડ કેબલ તૂટી જતાં રેલ વ્યવહાર ખોરવાયો, જાણીલો કઈ ટ્રેન પ્રભાવિત થઈ ?

Text To Speech

ગુજરાતની સૌથી વ્યસ્ત રેલવે લાઈન અમદાવાદ થી વાપી સુધીની રેલવે લાઈનમાં આજે સવારે મોટી ઘટના સામે આવી છે. સવારે 9.15 વાગ્યાના અરસામાં અજમેર-બાંદ્રા ટર્મિનસ SF એક્સપ્રેસ અંકલેશ્વરના પિરામણ બ્રિજ નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક ઓવર હેડ ઇલેક્ટ્રિક કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો છે.

ક્ષતિગ્રસ્ત કેબલ અજમેર-બાંદ્રા ટર્મિનસ SF એક્સપ્રેસ ઉપર તૂટી પડ્યો હોવાથી આ ટ્રેનને સ્થળ ઉપર અટકાવી રાખવામાં આવી છે. આ ઉપરાંત બે સ્થાનિક લોકલ ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે. આ બંને ટ્રેન આજે પોતાના નિયત સમયે નિયત રુટ માટે ઉપડશે નહિ. રેલવે તંત્રએ સમારકામની કામગીરી શરૂ કરી છે જોકે રેલ વ્યવહાર સામાન્ય થતા હજુ સમય લાગી શકે છે. કુલ 7 ટ્રેનોને અસર પડી હતી.

વેસ્ટર્ન રેલવેની સત્તાવાર યાદી અનુસાર, સવારે 11.15 વાગે ઘટના બાદ પ્રભાવિત થનાર ટ્રેનોની સંખ્યા 7 સુધી વધારવામાં આવી હતી વડોદરા ડિવિઝન પશ્ચિમ રેલવેના અંકલેશ્વર-પાનોલી સેક્શન વચ્ચે ઓવરહેડ કેબલ તૂટવાથી રેલ વ્યવહાર પ્રભાવિત થવાથી 2 ટ્રેન રદ કરાઈ છે.

Ankleshwer Railway Line HD News

ટ્રેન 09080 (69110) વડોદરા-ભરૂચ મેમુ અને ટ્રેન નંબર 09082 (69198) ભરૂચ-સુરત મેમુ આજે રદ રહેશે. જ્યારે ઘણી ટ્રેનો મોડી ચાલશે તેમ જાણકારી આપવામાં આવી છે.

Back to top button