ગુજરાતટ્રેન્ડિંગ

રાજ્યમાં ગત વર્ષે 1354 લોકોએ વાહનોની અડફેટમાં જીવ ગુમાવ્યો, જાણો તમામ આંકડા

Text To Speech

રાજ્યમાં આજે જે રીતે વહેલી સવારે અરવલ્લી જિલ્લાના માલપુર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો અને જેમાં 7ના મોત થયા અને જયારે 5 સારવાર હઠળ છે. આ મામલે મહત્વની વાત એ છેકે, ગુજરાતના માર્ગ પર રાહદારીઓની સલામતી રહી નથી. આવું પહેલીવાર નથી બની રહ્યું, છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં રસ્તે ચાલતા 1354 વ્યક્તિના વાહનની અડફેટે આવી જતાં મૃત્યુ થયા છે. આમ, દરરોજ સરેરાશ 4 રાહદારી વાહનની ટક્કરથી જીવ ગુમાવે છે.

ગુજરાત સરકારના માર્ગ પરિવાહનની એક યાદી અનુસાર, વર્ષ 2021 માં વાહનની ટક્કર લાગવાથી 1431 લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 1354 લોકોના મોત થયા છે. જ્યારે વર્ષ દરમિયાન 7457 લોકોએ પોતાનો જીવ અન્ય અકસ્માતમાં ગુમાવ્યો છે. આ હિસાબે 18 ટકા રાહદારીઓએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો : અરવલ્લીના માલપુર પાસે અકસ્માત, અંબાજી જતા 12 પદયાત્રીઓને કચડ્યા, 7ના મોત

બીજી તરફ વર્ષ 2020ની વાત કરવામાં આવે તો રસ્તે ચાલતી વખતે 817 વ્યક્તિના વાહનની અટફેડથી મૃત્યુ થયા હતા. ગુજરાતના શહેરી વિસ્તારના ચાર રસ્તામાં 98 પુરુષ અને 28 મહિલા એમ 126 રાહદારીએ વાહનની ટક્કરથી જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. જેની સામે રાજ્યના ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આ સંખ્યા વધુ જોવા મળી છે.

વાત જો શહેરોના હિસાબે કરવામાં આવે તો અમદાવાદમાં વર્ષ 2021માં માર્ગ અકસ્માતમાં કુલ 403 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ પૈકી વાહનની અટફેડે આવી જતાં 280 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે 162 ના મૃત્યુ થયા હતા. બીજી તરફ રાજકોટમાં 34, સુરતમાં 110 અને વડોદરામાં 17 રાહદારીએ વાહનની ટક્કરથી જીવ ગુમાવ્યો હતો. સમગ્ર દેશમાંથી કુલ 18,936 રાહદારીના મૃત્યુ થયા છે. આ પ્રમાણ ગત વર્ષ કરતાં દોઢ ગણું વધારે છે. ગત વર્ષે 10,574 રાહદારીએ અકસ્માત દરમિયાન જીવ ગુમાવ્યો હતો.

Back to top button