ભગવાન ગણેશજીનું પણ આધાર કાર્ડ, સ્કેન કર્યા પછી જ દર્શન
ઝારખંડના જમશેદપુરમાં ગણેશ ચતુર્થીના પ્રસંગે આધાર કાર્ડના આકારમાં એક પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કૈલાશમાં ભગવાન ગણેશનું સરનામું અને છઠ્ઠી સદી દરમિયાન તેમની જાણકારી આપવામાં આવી છે. આધાર કાર્ડમાં એક કટ-આઉટ બનેલો છે જેની અંદર દેવતાની મૂર્તિ રાખવામાં આવી છે, જેમાં બારકોડને સ્કેન કરવા પર, સ્ક્રીન પર ભગવાન ગણેશની તસવીર માટે એક Google લિંક સ્ક્રીન પર ખુલે છે.
જેની પર એડ્રેસ આપવામાં આવ્યુ છે શ્રી ગણેશ પુત્ર મહાદેવ, કૈલાશ પર્વત, માનસરોવર ઝીલની નજીક, પિનકોડ-000001 અને જન્મનું વર્ષ 01/01/600 સીઇ છે.
આ ગણેશ પંડાલના આયોજક, સરવ કુમારે જણાવ્યુ, આ આધારકાર્ડ થીમ ધરાવતા પંડાલના કોલકાતા ગયા બાદ એક ફેસબુક થીમ પંડાલ બનાવવામાં આવ્યા હતા તેને જોઇને આ બનાવવાનો વિચાર આવ્યો.
આયોજકે કહ્યુ, એક વખત જ્યારે હું કોલકાતા ગયો હતો, મે ત્યા એક ફેસબુક પંડાલને જોયો હતચો, જેથી હું ગણેશ પૂજા પણ કરૂ છુ, મારા મગજમાં વિચાર આવ્યો કે મારે પણ કઇક અલગ કરવુ જોઇએ, માટે મને આ આધાર કાર્ડ પંડાલનો વિચાર આવ્યો.
કુમારનું ઉદ્દેશ્ય પોતાના અનોખા પંડાલન માધ્યમથી એક મહત્વપૂર્ણ મેસેજ પણ આપે છે. તે એમ જણાવવાનો પ્રયાસ કરે છે કે જે લોકોના આધાર કાર્ડ નથી બન્યા, તે જલ્દી બનાવી લે કારણ કે આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આયોજકે કહ્યુ, જ્યારે ભગવાન પાસે આધાર કાર્ડ હોઇ શકે છે તો જે લોકોએ પોતાનો આધાર કાર્ડ નથી બનાવ્યો તે પ્રેરિત થઇ શકે છે અને તેમનું અનુસરણ કરી શકે છે. કેટલાક લોકોને અનોખી થીમ ધરાવતા ગણેશ પંડાલનો આનંદ લેતા અને તેમની સાથે તસવીર અને સેલ્ફી ક્લિક કરતા પણ જોવામાં આવ્યા છે.
ગણેશ ચતુર્થીનો તહેવાર ભારતમાં ઉત્સાહ સાથે દર વર્ષે મનાવવામાં આવે છે અને હજારો ભક્ત મંદિર અને ગણેશોત્સવ પંડાલમાં પ્રાર્થના કરવા માટે આવે છે. 10 દિવસીય આ શુભ ઉત્સવ, જે કાલથી શરૂ થયો, ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે. જ્ઞાન અને સૌભાગ્યના દેવતા ભગવાન ગણેશના ભક્ત ભાદ્રપદ મહિનાના શુકલ પક્ષ દરમિયાન તેમનો જન્મ મનાવે છે