ઉત્તર ગુજરાતગુજરાત

વીરાંજલિ : હાસ્ય કલાકાર સાંઈરામ દવે સહિત 100થી વધુ કલાકારોની અદભૂત પ્રસ્તુતી

Text To Speech

પાલનપુર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આઝાદીનો રક્તનિતરતો હ્રદયસ્પર્શી ઇતિહાસ રજૂ કરતો ‘માં’ ભારતીના પ્યારા ક્રાંતિવીરોની સહાદતને નમન કરવાનો પૂણ્ય અવસર આપતો એક ભવ્ય મલ્ટીમીડિયા શો ’વીરાંજલિ’ કાર્યક્રમ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.

100 થી વધુ કલાકારો દ્વારા ’મલ્ટી મીડિયા શો’

વીરાંજલિ સમિતિ દ્વારા ક્રાંતિવીરોની રક્ત નીતરતી ગાથા એક ભવ્યાતિભવ્ય ’મલ્ટીમીડિયા શો’ દ્વારા પાલનપુર શહેરમાં પ્રથમવાર યોજાયો હતો. અદભૂત ડાન્સ એન્ડ ડ્રામા સાથેના દેશભક્તિના ગુજરાતના આ ૧૫ માં મેગા મ્યુઝિકલ ડ્રામામાં વીર શહીદોના ગુણગાન અને રાષ્ટ્રભક્તિના રંગને પાલનપુરવાસીઓએ તાળીઓના નાદથી વધાવી લીધી હતી.

વીરાંજલિ

શહીદોને અંજલિ આપવાનો અવસર

આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આપણો દેશ આઝાદીના ૭૫ વર્ષ પરા કરી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ભારત માટે શહીદ થનારા શહીદોને યાદ કરવાનો અને તેમને અંજલિ આપવાનો આ અવસર છે. તેમણે વધુંમાં જણાવ્યું કે, ખ્યાતનામ કલાકાર સાંઈરામ દવે અને તેમની ટીમ દ્વારા આ મલ્ટી મિડિયા શો યોજાઇ રહ્યો છે.

વીરાંજલિ

પાલનપુર વાસીઓએ કલાકારોને તાળીઓના નાદથી વધાવ્યા

આ તકે લોક સાહિત્યકાર સાંઇરામ દવેએ જણાવ્યું કે, પાલનપુર શાયરો અને ખુશ્બુની ધરતી છે. સમગ્ર ગુજરાત સહિત પાલનપુર ખાતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ અને રમત-ગમત વિભાગના મંત્રી હર્ષભાઇ સંઘવીની પ્રેરણાથી શહીદોને યાદ કરવાનો વીરાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે શહીદોના જીવનમાંથી પ્રેરણા લઇ દેશ માટે જીવીએ તેમ તેમણે જણાવ્યું હતું.

Back to top button