રાજ્યમાં ચોમાસાને લીધે ઠેર ઠેર રોડરસ્તાઓ તૂટી ગયા છે. જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આજ રોજ જુનાગઢના મોતીબાગ વિસ્તારના ખરાબ રોડ રસ્તાને લીધે ચક્કાજામ કરવામાં આવ્યો અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
જુનાગઢ મા ખરાબ રોડ-રસ્તા નો વિરોધ#Junagadh #Road #RoadSafety #bad #Oppose #Junagadhprotest #protest #Gujarat #Gujaratinews #Humdekhengenews pic.twitter.com/f2l0wHtKHX
— Hum Dekhenge News (@humdekhengenews) September 1, 2022
ખરાબ રોડ રસ્તાનો વિરોધ
ચોમાસામાં શહેરના મોટા ભાગના રોડરસ્તાઓ તૂટી ગયા છે. જેના લીધે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અનેક રજૂઆત બાદ પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે જેને લીધે આજ રોજ મોતીબાગ વિસ્તારમાં સ્થાનિકો અને વેપારીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને વિરોધ દર્શાવ્યો હતો. ચક્કાજામને લીધે રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.જેના લીધે કલાકો સુધી ટ્રાફિક સર્જાયો હતો.