ટોપ ન્યૂઝનેશનલ

મોટી દુર્ઘટના ટળી: SpiceJet ની વધુ એક ફ્લાઇટમાં ખરાબી, અધવચ્ચેથી પાછું લાવવું પડ્યું વિમાન

Text To Speech

ગુરુવારે દિલ્હીમાં એક મોટી દુર્ઘટના ટળી. સ્પાઈસ જેટની એક ફ્લાઈટની ઓટો પાયલોટ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી જેના કારણે ફ્લાઈટને તાત્કાલિક દિલ્હી ઉતારવાની ફરજ પડી હતી. આ ફ્લાઈટે દિલ્હીથી નાસિક માટે ઉડાન ભરી હતી. સ્પાઈસજેટ B737 ફ્લાઈટ SG 8363 એ આજે ​​સવારે 6:54 વાગ્યે દિલ્હીથી નાસિક માટે ઉડાન ભરી હતી. પરંતુ મિડ એરમાં ઓટો પાયલોટ સિસ્ટમમાં ખામી સર્જાતા ફ્લાઈટને દિલ્હી પરત ફરવું પડ્યું હતું.

SpiceJet ની વધુ એક્ ફ્લાઇટમાં ખરાબી

સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું કે 1 સપ્ટેમ્બર, 2022ના રોજ સ્પાઈસજેટના બોઈંગ 737 એરક્રાફ્ટની દિલ્હીથી નાશિક ફ્લાઈટને દિલ્હી પરત ફરવાનું હતું. ઓટોપાયલટ સિસ્ટમમાં ખામી જણાતા ક્રૂ મેમ્બરોએ આ પગલું ભરવું પડ્યું હતું. જોકે, ફ્લાઈટનું સામાન્ય લેન્ડિંગ દિલ્હીમાં થયું હતું. આ પછી તમામ મુસાફરો સુરક્ષિત રીતે ફ્લાઈટમાંથી ઉતારવામાં આવ્યા હતા.

અવારનવાર ટેકનિકલ ખામીના બનાવો બને છે

સ્પાઇસજેટ તેના પ્લેનમાં ટેક્નિકલ ખામીની વારંવાર ઘટનાઓનો સામનો કરી રહી છે. DGCAએ 6 જુલાઈના રોજ એરલાઈન કંપનીને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. સોમવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે સ્પાઈસજેટ બોઈંગ 737-800 એરક્રાફ્ટનું ટાયર ફાટી ગયું હતું. આ પછી દિલ્હીથી આવતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

દુબઈથી મુદુરાઈ જતી ફ્લાઈટના આગળના વ્હીલમાં ખામી સર્જાઈ હતી

ઉલ્લેખનીય છે કે અગાઉ 12 જુલાઈએ દુબઈથી મુદુરાઈ જતી ફ્લાઈટના આગળના વ્હીલમાં ખામી સર્જાઈ હતી. જે બાદ ફ્લાઇટ મોડી પડી હતી. તો 2 જુલાઈએ જબલપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. ત્યારે ફ્લાઈટ લગભગ 5,000 ફૂટની ઉંચાઈ પર હતી. ત્યારબાદ ફ્લાઈટને દિલ્હી તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી

Back to top button