આજનું યુવાધન થોડું એડવાન્સ ચાલી રહ્યું છે. કંઈ પણ વિચાર્યા કે સમજ્યા વગર અવનવા સ્ટંટ કરતા હોય છે. જે ક્યારેક જીવ લઈ લેતા હોય છે. પરંતુ યુવાનો છે કે સમજવાનું નામ નથી લઈ રહ્યા. તમે પણ અનેક વખત જોયું કે વાંચ્યું હશે કે સ્ટંટ અને ખોટી હોશિયારીએ કેટલાયના જીવ લીધા છે. ત્યારે આજે ફરી એક આવો જ સ્ટંટ કરતો વીડિયો સામે આવ્યો છે. તે જોઈને કોઈપણ વ્યક્તિ હચમચી જશે. અહીં ગણપતિ આગમનમાં આગ સાથે સ્ટંટ કરતાં લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ગણપતિ આગમનમાં આગ સાથે સ્ટંટ કરવું યુવકને ભારે પડ્યું છે. જલનશીલ પદાર્થ મોઢામાં લઈને સ્ટંટ કરતી વખતે યુવકના શરીર પર લાગી આગ હતી. સ્ટંટ કરતાં યુવકને સળગતી હાલતમાં જોતા આગમન યાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળામાં ઘેરાયેલા યુવકે પોતાનું શર્ટ કાઢીને આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનામાં સ્ટંટ કરનાર યુવકને દાઝવાના કારણે ઇજા પહોંચી છે.
सूरत में गणपति बप्पा के आगमन पर आग से स्टंट करना युवक को पड़ा भारी.
ऐसे स्टंट पब्लिक प्लेस या फिर अकेले में भी करने की कोशिश ना करें, क्योंकि यह आपके साथ-साथ दूसरे लोगों के लिए भी जानलेवा साबित हो सकता है…
सूरत के पर्वत पाटिया इलाके की घटना.#surat #SocialMedia #Video #viral pic.twitter.com/IY6afSTMQa
— Shalini Singh (@shalinisengar23) August 31, 2022
જોકે આ પ્રકારની ઘટના સ્ટંટ કરનારા લોકો માટે લાલબત્તી સમાન છે. વિઘ્નહર્તા ભગવાન ગણેશની આજે સ્થાપનાના દિવસે દેશ અને દુનિયામાં ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. ત્યારે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં રિયલ ડાયમંડના ગણેશની સ્થાપના પણ કરવામાં આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પાંડવ પરિવારને 16 વર્ષ પહેલાં 27 કેરેટનો રિયલ ડાયમંડનો એક હીરો મળી આવ્યો હતો. જે ગણપતિ આકારનો હોવાને કારણે પરિવારને આ ડાયમંડને પોતાના ઘરમાં રાખ્યો છે. ગણપતિ સ્થાપનાના દિવસે તેની સ્થાપન વિધિ કરતા હોય છે. જોકે, આ ગણપતિની બજાર કિંમત જોવા જઈએ તો, હાલના બજાર પ્રમાણે 500 કરોડ રુપિયા આંકવામાં આવી રહી છે.