કોરોના મહામારીના બે વર્ષ બાદ રાજ્યમાં ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યાં ફરી વરસાદે રિ- એન્ટ્રી કરી છે. ત્યારે ગણેશ આયોજકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ગત રોજ રાજ્યમાં અનેક ઠેકાણે અચાનક મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી થોડી જ વારમાં રોડરસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું.
ગણેશ આયોજકોની ચિંતામાં વધારો
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં ત્રણ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંતર્ગત ગત રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. અને આજે પણ ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો ક્યાંક હળવો વરસાદ વરસ્યો છે જેને પગલે ગણેશ આયોજકોના જીવ પડીકે બંધાયા છે. કોરોના મહામારી બે વર્ષ સુધી ચાલી હતી જેને પગલે રાજ્યમાં કોઈ તહેવારની ઉજવણી કરવામાં આવી ના હતી. જો કે આ વર્ષે કોરોના કાબુમાં આવી જતા ધામધૂમપૂર્વક ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જેના માટે આયોજકોએ ઘણી તૈયારીઓ કરી છે. જો કે હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે તેઓની ચિંતામાં વધારો થયો છે.