ગુજરાતટોપ ન્યૂઝ

ભાદરવામાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવશે, ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી

Text To Speech

આ વર્ષે મેઘરાજા ગુજરાત સહિત સમગ્ર દેશમાં મહેરબાન થયા છે. આ વર્ષે દેશના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ગુજરાતમાં પણ સર્વત્ર વરસાદ વરસ્યો છે. ત્યારે હજુ પણ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો અલગ અલગ સ્થળોએ છૂટોછવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે. ગુજરાતીઓ બફારા અને ગરમીની ફરિયાદ પણ કરી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગ તરફથી વરસાદ અંગે ખાસ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખેડા અને આણંદ સહિતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે. છેલ્લા થોડા સમયથી વરસાદ છૂટોછવાયો પડી રહ્યો છે. ઘણીવાર વાદળછાયું વાતાવરણ હોય છે, પરંતુ વરસાદ નથી પડતો, જેના કારણે ભેજનું પ્રમાણ વધી ગયું છે. પરિણામે લોકો ગરમીની પણ ફરિયાદ કરી રહ્યા છે. ફરી એકવાર રાજ્યમાં પંખા અને એસી શરુ થઈ ગયા છે. આટલુ જ નહીં, ગુજરાતીઓને ભય સતાવી રહ્યો છે કે આ વર્ષે નવરાત્રીના તહેવામાં વરસાદ વિઘ્ન બની શકે છે. મોનસૂન વિડ્રોઅલ સિસ્ટમ મોડી સક્રિય થઈ હોવાને કારણે લોકોને આ ચિંતા સતાવી રહી છે.

સરેરાશ વરસાદની વાત કરીએ તો, ગુજરાતમાં 100 ટકા કરતા વધારે વરસાદ પડી ગયો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ખાસ કરીને નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના એકાદ વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

gujrat rain

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાંથી સૌથી વધુ વલસાડના વાપીમાં 3.12 ઇંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના કપરાડા, વલસાડમાં અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડના પારડી, નવસારીના ખેરગામમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના દિઓદર, ડાંગના સુબીર અને વલસાડના ધરમપુરમાં 20 એમએમથી વધુ વરસાદ નોંધાયો છે.

mumbai rain_hum dekhenge news
rain

નવસારીમાં મોડી રાતથી વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લાના ખેરગામ અને જલાલપોર તાલુકામાં વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે. વ્યારા સહિત સોનગઢ, ડોલવણ,વાલોડ તાલુકાના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદ પડતાં ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે.

આ પણ વાંચો : ખુશખબર..ખુશખબર..ખુશખબર..! LPG સિલિન્ડરમાં એકસાથે રૂ.100નો ઘટાડો, લોકોમાં ખુશી

Back to top button