ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

ચિરિપાલ ગ્રુપ પર IT વિભાગના દરોડા યથાવત, 5 કરોડની જ્વેલરી મળી આવતા કુલ આંક 50 કરોડને પાર

Text To Speech

અમદાવાદમાં ચીરિપાલ ગ્રુપ પર ITએ તવાઈ બોલાવી છે. અગાઉ દેશના 40 સ્થળોએ દરોડા પાડ્યા બાદ ફરી ચિરિપાલ ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. દરોડામાં વધુ 5 કરોડની જ્વેલરી મળી આવી આવતા કુલ જ્વેલરીનો આંક વધીને રૂ. 50 કરોડને પાર પહોંચી ગયો છે. આ મેઘા સર્ચ-ઓપરેશનમાં કુલ 150 અધિકારીઓ કામગીરીમાં જોડાયા છે.દરોડા દરમિયાન રૂ. 800 કરોડના બેનામી વ્યવહારો પણ મળી આવ્યા છે. રેડ દરમિયાન ઈન્કમટેક્સ વિભાગે કુલ 39 લોકર જપ્ત કર્યા હતા. જેમાંથી 38 લોકરની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે એક લોકરની તપાસ હજુ બાકી છે.

ચિરિપાલ ગ્રુપ ટેક્સટાઈલ અને કેમિકલ સેક્ટરમાં છે સક્રિય

ઉલ્લેખનીય છે કે અગાઉ IT વિભાગના દરોડામાં ચિરીપાલ ગ્રુપના કુલ 1 હજાર કરોડના બિનહિસાબી વહેવારો ઝડપાયા હતા. આ દરોડામાં 24 કરોડની બિનહિસાબી રોકડ મળી આવી હતી અને દરોડામાં કુલ 20 કરોડના દાગીના મળી આવ્યા હતા. ચિરિપાલ ગ્રુપ એ ટેક્સટાઈલ અને કેમિકલ સેક્ટરમાં સક્રિય છે.

Back to top button