પવારે 2024માં જીત માટે આપી ફોર્મ્યુલા, PM મોદી પર સાધ્યું નિશાન
NCP ચીફ શરદ પવારે 2024ની લોકસભા ચૂંટણીને લઈને મોટી વાત કહી છે. તેમણે મિશન 2024 માટે જીતનો ફોર્મ્યુલા આપી છે. તેમણે કહ્યું કે 2024ની ચૂંટણી વિપક્ષ દળ સાથે મળીને લડી શકે છે. વિપક્ષી દળ સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ હેઠળ એકઠા થઈ શકે છે. શરદ પવાર મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષને સંયુક્ત કરવામાં કાર્યરત છે. દરમિયાન તેમણે આ નિવેદન આપ્યુ છે.
મોદી સરકારે એક પણ વચન પૂરુ કર્યુ નથી-શરદ પવાર
શરદ પવારે કહ્યું કે તેમને ખબર નહોતી કે તેમની આંગળી પકડનાર દેશ પર આટલા ભારે પડશે. શરદ પવારને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદીએ બારામતીમાં કહ્યું હતું કે તેમણે શરદ પવારની આંગળી પકડીને રાજકારણમાં પ્રગતિ કરી છે. આ પ્રશ્નના જવાબમાં તેમણે આ વાત કહી હતી.
મોદી સરકારે એક વચન પૂરું કર્યું નથી- શરદ પવાર
મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી તેણે એક પણ વચન પૂરું કર્યું ન હોવાનો પવારે આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે વિરોધ પક્ષોને સાથે લાવવા અને ભાજપ વિરુદ્ધ જનમત તૈયાર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હું માત્ર ભાજપ વિરુદ્ધ જનમત એકઠા કરવા માટે વિરોધ પક્ષોને સાથે લાવવાનો પ્રયાસ કરીશ.